Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતાના મતવિસ્તારમાં સભ્ય નોંધણી પ્રારંભ કરાવ્યો…

આંકલાવમાં કોંગ્રેસની સભ્ય નોંધણી નો કાર્યક્રમ રંગેચંગે શરૂ…

આણંદ : આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પોતાના મતવિસ્તારમાં, ડિજિટલ મેમ્બર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે આંકલાવના કેશવપુરા અને તેની આજુબાજુના વિસ્તારોમાં કોંગ્રેસના સભ્ય નોંધણી કાર્યક્રમ હેઠળ આજે ડિજિટલ સભ્ય નોંધણી કરવાનો પ્રારંભ કરાયો હતો જેમાં તેઓ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં જઇને લોકોને કોંગ્રેસમાં જોડાવા માટે સભ્ય નોંધણી કરવામાં આવી હતી આ સભ્ય નોંધણીના ભાગરૂપે.  માર્ચ અને એપ્રિલ મહિનામાં કોંગ્રેસનો એક કાર્યકર પોતાના બુથ માં ઘરે ઘરે જઈને દરેક પરિવારને કોંગ્રેસની વિચારધારા થી વાકેફ કરશે કોંગ્રેસ નું યોગદાન તેમજ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાની પત્રિકા આપશે અને દરેક પરિવારને મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી કોંગ્રેસમાં જોડવામાં આવશે અને કોંગ્રેસમાં સભ્ય બનાવવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસ પણ સભ્ય નોંધણી જેના ભાગરૂપે સૌપ્રથમ વાર મોબાઇલ એપના માધ્યમથી સભ્યોનની નોંધણી કરવામાં આવશે જેથી આજે આંકલાવ વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ મોબાઈલ એપ દ્વારા સભ્ય નોંધણી કરવાનો પ્રારંભ કરાયો હતો જેમાં આજે સવારે કોંગ્રેસના ધારાસભ્ય અને  પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાનાં નિવાસસ્થાનથી પોતાના કાર્યકરો સાથે સભ્ય નોંધણી કરવા માટેનાં કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો જેમાં સૌ પ્રથમ તેઓ દ્વારા તેઓના નિવાસસ્થાનની બહાર આવેલા રામબાઈ માતાજી મંદિરની પૂજા અર્ચના કર્યા બાદ સભ્યોની નોંધણી નો પ્રારંભ કર્યો હતો તેમાં સૌ પ્રથમ તેઓ દ્વારા મંદિરના પૂજારીની સભ્યની નોંધણી કરી હતી ત્યારબાદ તેઓએ કેશરપુરા વિસ્તાર અને અન્ય કેટલાક વિસ્તારોમાં ડિજિટલ સભ્યોની નોંધણી કરવા માટે પ્રારંભ કરાયો હતો.

આ વખતે માત્ર સભ્ય ને નામ સરનામું ફોટો મોબાઈલ એપ પર અપલોડ કરવાનો રહેશે સભ્ય નોંધણી માટે કોંગ્રેસના કાર્યકરોને ખાસ તાલીમ આપવામાં આવી છે  જેના ભાગરૂપે કોંગ્રેસનો એક કાર્યકર બુથમાં દરેક ઘરમાં જશે અને કોંગ્રેસની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા લોકો સમક્ષ રજૂ કરશે અને લોકોને કોંગ્રેસમાં જોડશે.

જોકે આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં ડિજિટલ મેમ્બર સીપ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગ સ્વરૂપે માર્ચ અને એપ્રિલ મહિનામાં કોંગ્રેસનો એક એક કાર્યકર પોતાના બુથ માં ઘરે ઘરે જઈને દરેક પરિવારને કોંગ્રેસની વિચારધારા થી વાકેફ કરશે કોંગ્રેસ નું યોગદાન તેમજ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાની પત્રિકા આપશે દરેક પરિવારને મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી કોંગ્રેસમાં જોડવામાં આવશે અને કોંગ્રેસમાં તેને સભ્ય બનાવવામાં આવશે મારુ ઘર કોંગ્રેસ નું ઘર તેવા સ્ટીકર દરેક ઘરે લગાવવામાં આવશે આ બે મહિનામાં કોંગ્રેસના કાર્યકર તમામ લોકોના ઘરે ઘરે જઈને લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવશે  અને જે કંઈ લોકોની તકલીફો છે સમસ્યાઓ છે સરકારનો અન્યાય અને અત્યાચાર છે તે એની સામે લોકોનો અવાજ કોંગ્રેસનો કાર્યકર બનશે આજે પહેલી માર્ચ રવિવારે તે સમગ્ર ગુજરાતમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આવતા બે મહિનામાં ગુજરાતમાં એક એક બુથઅને એક ઘર સુધી કોંગ્રેસનો કાર્યકર પહોંચશે અને લોકોને કોંગ્રેસમાં જોડશે.

  • Jignesh Patel, Anand

Related posts

તા.૨૬મીના રોજ વિદ્યાનગરના કેટલાંક આ માર્ગો ઉપર વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ

Charotar Sandesh

વડતાલ સંસ્થાની વીઆઇપી યાત્રિક ભુવનની પ૦૦ રૂમ કવોરોન્ટાઇન દર્દીઓની સારવાર માટે રીઝર્વ…

Charotar Sandesh

નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જિલા સ્તરીય આસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ ઉજવાયો

Charotar Sandesh