Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જિલા સ્તરીય આસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ ઉજવાયો

યુવા સંસદ કાર્યક્રમ

ભારત સરકાર ના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સાથે કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર નડિયાદ ની કચેરી દ્વારા ૧૪ માર્ચ ના શ્રીમતી એમ.સી.પટેલ આઇ.ટી.આઈ,મુ.પો ઉત્તરસંડા ખાતે જિલા સ્તરીય આસ પડોસ યુવા સંસદ કાર્યક્રમ નું આયોજન હાથ ધરાયું હતું. જેમાં ભારત દેશ ના યશસ્વી પ્રધાન મંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ની થીમ જેવી કે નવુ ભારત નવી પહેલ, નારીશક્તિ, ગરીબ કલ્યાણ, મન કી બાત અને સશક્તિકરણ ગ્રાસરૂટ વાર્તાઓ સ્પોર્ટસ ઇંડિઆ સોફ્ટ પાવર, પીએમ ગતી શક્તિ, સ્થાનિક માટે અવાજ વિષયો પર યુવાઓ દ્વારા એક વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કાર્યક્રમ ને અનુરુપ એક ભારતીય રાજનીતી મા યુવાનોની ભુમિકા: તે ફાયદાકારક છે કે નહિ ના વિષય પર યુવા સંસદ ચલાવવા માં આવી જેમાં યુવાઓ ની ટીમો બનાવી સારા નરસા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.નેહરુ યુવા કેન્દ્ર ના શ્રી મહેશ રાઠવા દ્વારા હાજર રહેલ યુવા પ્રતીભાગીયોને નેહરુ યુવા કેન્દ્ર ની પ્રવૃતીયો અને સદર કાર્યક્રમ વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. નેહરુ યુવા કેન્દ્ર સાથે જોડાયેલ વિવિધ યુવક/મહિલા મંડળો ના સભ્યો તેમજ નેહરુ યુવા કેન્દ્ર નડિયાદ ની કચેરી ના રાષ્ટ્રીય યુવા વાહિની મિત્રો તથા આઇ.ટી.આઈ ના યુવા/યુવતીઓ મોટી સંખ્યા માં હાજર રહી કાર્યક્રમ ને સફળતા અપાવી હતી.

વિજેતા થયેલ સ્પર્ધકો ને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદ ની કચેરી દ્વારા એનાયત કરાયા હતા.સાથે કુમારી તાન્યા બ્રહ્ભટ્ટ,જે રાજ્ય કક્ષાએ વકૃત્વ સ્પર્ધા માં પ્રથમ આવી હતી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે શ્રી.કે.એસ.સુમેરા,નાયબ કલેકટરશ્રી તથા શ્રી બી.બી લખતરીયા ડો.કુમારે મેડમ,આચાર્યશ્રી, આઇ.ટી.આઈ, ઉત્તરસંડા,શ્રી શ્રી લક્ષ્મણસિંહ ચૌહાણ જિલ્લા રમત ગમત અધિકારી ,શ્રી મહેશ રાઠવા,જિલા યુવા અધિકારી.નેહરુ યુવા કેન્દ્ર ,શ્રી પંકજ સોઢા,શ્રી ભારત પરમાર,કુ. તથા આઇ.ટી.આઈ, ઉત્તરસંડા, ના સ્ટાફ મિત્રો જેવા મહાનુભાવો હાજર રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું આયોજન શ્રી સંજય પટેલ,પ્રોગ્રામ-કન્વીનરે તેમજ નેહરુ યુવા કેન્દ્ર-નડીયાદના રાષ્ટ્રીય યુવા કર્મીઓ ના સહયોગ થી કરેલ હતું.

Other News : આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ પરિવારે વિશેષતાથી ઉજવ્યો

Related posts

વડોદરામાં મેઘાનો કહેર : ૫.૫ ઈંચ વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા…

Charotar Sandesh

રિસોર્ટમાં ઝડપાયેલ માતર ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો જામીન પર છુટકારો…

Charotar Sandesh

આણંદ જિલ્લાની સંજીવની કહેવાતી 108 એમ્બ્યુલન્સની લોકડાઉનમાં સરાહનીય કામગીરી…

Charotar Sandesh