Charotar Sandesh
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીઃ ટુંક સમયમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની લેવાશે ઓનલાઇન પરીક્ષા

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા યોજવા તૈયારીઓ શરૂ કરાઇ છે. ગુજરાત યુનિવર્સીટીમાં કોમર્સ, સાયન્સ અને આટ્‌ર્સ વિષયો સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવા અંગે ચર્ચા થઇ છે. આગામી એક કે બે દિવસમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી ઓનલાઈન પરીક્ષા યોજવા અંગે સત્તાવાર જાહેરાતની શકયતા છે.
વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના વિકલ્પની કરી શકશે પસંદગી. ઓનલાઈન પરીક્ષામાં ૩૫ એમસીકયું પ્રશ્ન પુછાશે જેમાંથી ૨૫ના જવાબ આપવાના ફરજીયાત રહેશે. એમસીકયું બેઝડ ઓનલાઈન પરીક્ષાનો સમય ૬૦ મિનિટનો રહેશે, એક એમસીકયું ના બે માર્ક એમ કુલ ૫૦ માર્કનું પેપર પુછાશે. ઓનલાઈન પરીક્ષા માટે વિદ્યાર્થી પાસે વેબકેમેરા હોવો જરૂરી રહેશે, તમામ ગાઈડલાઈનના પાલન સાથે દર એક મિનિટ વિદ્યાર્થીનો ફોટો પણ સ્ટોર થશે.
હાલ ગુજરાત યુનિવર્સીટીની ઓફલાઈન પરીક્ષા ૨૧ ઓગસ્ટ અને ૩૧ ઓગસ્ટના રોજ બે તબક્કામાં યોજાનાર છે. તે પહેલાં ગુજરાત યુનિવર્સીટી વિદ્યાર્થીઓને આપશે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ અપાશે. ઓફલાઈન પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે, એક વર્ગમાં ૧૨ વિદ્યાર્થીઓ સાથે ગોઠવવામાં આવશે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રાજ્યભરમાંથી અંદાજે ૧ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે તે જિલ્લાનો વિદ્યાર્થી પોતાના નજીકના સેન્ટરમાં પરીક્ષા આપી શકે તેવી ગોઠવવામાં આવશે વ્યવસ્થા, અન્ય કોલેજોની પણ ગુજરાત યુનિવર્સીટી વિદ્યાર્થીઓને અનુકૂળ થાય તે માટે મદદ લેશે.

Related posts

સૌથી મોટું કૌભાંડ : આણંદ-વડોદરામાં રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજારી કરતા પ ઈસમો ઝડપાયા…

Charotar Sandesh

કોરોના અને લોકડાઉનના પગલે દેશના મોટાભાગના થિયેટરો બંધ થવાની તૈયારીમાં…

Charotar Sandesh

દિલ્હીમાં તબલીગી જમાતમાં ગયેલા ગુજરાતીઓ પર થશે કાર્યવાહી : સીએમ રૂપાણી

Charotar Sandesh