Charotar Sandesh
ગુજરાત

ગ્રેડ-પેને લઇ શિક્ષકોએ સરકાર સામે માંડ્યો મોરચો, છેડ્યું #૪૨૦૦ ગુજરાત કેમ્પઈન…

અમદાવાદ : ગુજરાત સરકારે ફરી શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા એકવાર ફરી આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. હાલ શિક્ષકોનો ગ્રેડ-પે ઘટતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના શિક્ષકોએ પોતાના હક માટે સોશિયલ મીડિયામાં ઈં૪૨૦૦ગુજરાત કેમ્પઈન શરૂ કર્યું છે. પ્રાથમિક શિક્ષકોને વર્ષ ૧૯૯૪થી નોકરીમાં નવ વર્ષ બાદ ૪૨૦૦ ગ્રેડ પે મળતો હતો. ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૯માં એક પરિપત્ર કર્યો કે હવે વર્ષ ૨૦૧૦ બાદ જે શિક્ષક ભરતી થયા હોય એમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૨૮૦૦ ગ્રેડ પે જ મળશે. ગુજરાત સરકારે ગ્રેડ પે ઘટાડતા રાજ્યભરના ૬૫૦૦૦ શિક્ષકોને અસર થવા જઈ રહી છે.

શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડતા ભારે રોષની લાગણી ફાટી નીકળી છે. આ મુદ્દે શિક્ષણ સંઘ પણ વિવિધ રીતે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેના માટે બનતા તમામ પ્રયાસ કરી ચૂક્યું છે. શિક્ષકો પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યા છે કે અમને જે પહેલા ૪૨૦૦ ગ્રેડ પે મળતો હતો તેને ઘટાડીને ૨૮૦૦ કેમ કરવામાં આવ્યો? અન્ય કોઈ વિભાગમાં નહીં પરંતુ શિક્ષકોનો પગાર સરકાર કેમ ઘટાડી રહી છે? અમે પગાર વધારો તો નથી માંગતો, પરંતુ વર્ષોથી જે પગાર આપવાનો નિર્ણય થયો છે તેમાં કાપકૂપ કેમ કરવામાં આવી રહ્યો છે. આજથી નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૪૨૦૦ મળતો હતો. જે સરકારે ૨૮૦૦ કરી દીધો છે.

ત્યારે ફરીથી અમને ૪૨૦૦ ગ્રેડ-પે મળી રહે તેના માટે લડત ચલાવી રહ્યા છીએ. આ અંગે કોંગ્રેસના નેતા ડો. મનિષ દોશીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર શિક્ષણ વિભાગ છે. પરિપત્રોમાં હાથેકરીને વિસંગતતાઓ ઊભી કરવામાં આવે છે અને જુદા જુદા માધ્યમો થકી શિક્ષકોને એનો ભોગ બનાવવામાં આવે છે. શિક્ષણ વિભાગને પૂછવું છે કે જે શિક્ષકો સમાજનું ઘડતર કરે છે એ શિક્ષકોને જ અન્યાય કેમ થાય છે. આ શિક્ષકોના સન્માન સાથે અન્યાય છે તેમને આર્થિક રીતે પણ નુકસાન છે. જે દેશમાં શિક્ષકોને સન્માન મળે તે દેશનો વિકાસ થાય છે.

Related posts

રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી…

Charotar Sandesh

ભાજપનો વળતો પ્રહાર : હાર્દિક પટેલને ગણાવ્યો ભાડુતી કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ…

Charotar Sandesh

હવે, મા-બાપનું ધ્યાન ન રાખનારને છ મહિના જેલની હવા ખાવી પડશે…

Charotar Sandesh