Charotar Sandesh
ઈન્ડિયા

ચક્કાજામ બાદ ખેડૂત નેતા ટિકૈતનું મોદી સરકારને અલ્ટિમેટમ…

૨ ઓક્ટોબર સુધી કૃષિ કાયદા પાછા ખેંચી લે સરકાર નહિ તો….
સરકારની સાથે કોઈ દબાવમાં વાતચીત થશે નહીં, જ્યારે પ્લેટફોર્મ બરાબરીનું હશે, ત્યારે વાત થશે, બિનરાજકીય આંદોલન દેશભરમાં ફેલાશે…

ન્યુ દિલ્હી : કિસાન નેતા રાકેશ ટિકૈતએ શનિવારે કેન્દ્ર સરકારને ૨ ઓક્ટોબર સુધી કૃષિ કાયદો પરત લેવાનું અલ્ટીમેટમ આપ્યુ છે. ચક્કાજામ બાદ દિલ્હી-યૂપી ગાઝીપુર બોર્ડર પર કિસાનોને સંબોધિત કરતા ટિકૈતે કહ્યુ કે, અમે સરકારની સાથે કોઈ દબાવમાં વાતચીત કરીશું નહીં, જ્યારે પ્લેટફોર્મ બરાબરીનું હશે, ત્યારે વાતચીત થશે.
ટિકૈતે ચક્કાજામ બાદ કિસાનોને સંબોધિત કરતા કહ્યુ, ’અમે કાયદો પરત લેવા માટે સરકારને બે ઓક્ટોબર સુધીનો સમય આવ્યો. ત્યારબાદ અમે આગળની યોજના બનાવીશું. સરકાર અમારી વાત સાંભળે, નહીં તો આગામી આંદોલન તે થશે કે જેનું બાળક પોલીસ, સેનામાં હશે, તેનો પરિવાય અહીં રહેશે અને તેના પિતા તેની તસવીર લઈને અહીં બેસસે. ક્યારે તસવીર લઈને આવવાની છે તે પણ હું જણાવી દઈશ. સરકારની સાથે અમે કોઈપણ દબાવમાં વાત નહીં કરીએ.’
ટિકૈતે આગળ કહ્યુ, ’સરકાર બિલ પરત કરે, એમએસપી પર કાયદો બનાવી દે, નહીંતર આંદોલન ચાલુ રહેશે અને અમે દેશમાં યાત્રા કરીશું. દેશભરમાં આંદોલન થશે. અમારૂ બિનરાજકીય આંદોલન દેશભરમાં થશે. પછી તે ન કહેતા કે આ કેવુ આંદોલન છે.’
સરકાર પર નિશાન સાધતા ટિકૈતે કહ્યુ, તિરંગાને અમે માનીએ છીએ, અમારા બાળકોની શહીદી તિરંગામાં થાય છે, ગામમાં તિરંગા સાથે આવે છે. તિરંગાનું અપમાન સહન થશે નહીં. તેને દેશ સાથે લગાવ નથી, વેપારી સાથે લગાવ છે. તેને કિસાન સાથે લગાવ નથી, તેના અનાજ સાથે લગાવ છે. તેને માટી સાથે લગાવ નથી, તેને અન્ન સાથે લગાવ છે. તે ખિલ્લા લગાવશે, અમે અનાજ ઉત્તપન્ન કરીશું.
તેમણે કહ્યું કે, અમે વાતચીત માટે તૈયાર છીએ, પરંતુ શરતની સાથે વાતચીત થશે નહીં. જ્યારે પ્લેટફોર્મ બરાબર હશે, ત્યારે વાત થશે. કોઈ ટ્રેક્ટર લઈને અહીં આવે છે તો નોટિસ ફટકારવામાં આવી રહી છે. આ ક્યાંનો કાયદો છે કે ટ્રેક્ટર ચાલશે નહીં. તમને જણાવી દઈએ કે આંદોલનકારી કિસાનોએ આજે ૩ કલાક ચક્કાજામની જાહેરાત કરી હતી, તે હેઠળ બપોરે ૧૨થી ૩ કલાક સુધી કિસાનોએ દેશભરમાં હાઈવેને જામ કર્યો હતો.

Related posts

CORONA : કોરોનાના દૈનિક કેસ ૪૦ હજાર પર સ્થિર : વધુ ૫૩૩ના મોત

Charotar Sandesh

ખેડૂતોની ટ્રેક્ટર રેલીને મળી લેખિત પરવાનગી, પોલીસને એલર્ટ રહેવા આદેશ…

Charotar Sandesh

કેજરીવાલનો પડકાર : ભાજપા સીએમ ઉમેદવાર જાહેર કરે, હું ચર્ચા માટે તૈયાર…

Charotar Sandesh