Charotar Sandesh
ઈન્ડિયા

CORONA : કોરોનાના દૈનિક કેસ ૪૦ હજાર પર સ્થિર : વધુ ૫૩૩ના મોત

કોરોના (CORONA)
કોરોના (CORONA) ના એક્ટિવ કેસનો આંકડો ૪,૧૧,૦૭૬ પર પહોંચ્યો

ન્યુ દિલ્હી : ભારતમાં આજે પણ ગઈકાલની જેમ જ કોરોના (CORONA) ના નવા કેસની સંખ્યા ૪૦ને પાર પહોંચી ગઈ છે. જોકે, ગઈકાલની સરખામણીમાં નવા કેસ વધારે નોંધાયા છે અને મૃત્યુઆંકમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ આંશિક વધારો નોંધાયો છે. ગઈકાલે દેશમાં કોરોના (CORONA) ના નવા ૪૨,૬૨૫ કેસ નોંધાયા હતા અને ૫૬૨ દર્દીઓના મોત થયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા પ્રમાણે દેશમાં કોરોના (CORONA) ના નવા ૪૨,૯૮૨ કેસ નોંધાયા છે અને ૫૩૩ દર્દીઓના મોત થયા છે, જે ગઈકાલની સરખામણીમાં ઓછા છે. દેશમાં સળંગ છ દિવસ નવા કેસનો આંકડો ૪૦,૦૦૦ને પાર ગયા પછી એક દિવસ માટે કેસ ૩૦ હજારે પહોંચ્યા પછી ફરી બે દિવસથી નવા કેસ ૪૦ હજરને પાર કરી રહ્યા છે.

દેશમાં કોરોના (CORONA) થી મૃત્યુદર ૧.૩૪ ટકા છે જ્યારે રિકવરી રેટ ૯૭ ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ૧.૨૯ ટકા છે. કોરોનાના એક્ટિવ કેસના મામલામાં ભારત વિશ્વમાં ૮માં સ્થાન પર છે. જ્યારે કુલ સંક્રમિતોના મામલે અમેરિકા બાદ બીજા સ્થાને છે.

પાછલા ૨૪ કલાકમાં વધુ ૪૧,૭૨૬ દર્દીઓ સાજા થવાથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪૧,૭૨૬ નોંધાયા છે, જે ગઈકાલે ૩૬,૬૬૮ હતી. કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારોને જરુરી જગ્યાઓ પર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની સાથે વાયરસને ફેલાતો રોકવા માટે પગલા ભરવાની સૂચનાઓ આપવામાં આવી છે. બીજી લહેર નબળી પડ્યા પછી મળેલી છૂટછાટોના કારણે બજારો સહિત હરવા-ફરવાના સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે.

દેશમાં કોરોના (CORONA) ના કુલ સંક્રમણનો આંકડો ૩,૧૮,૧૨,૧૧૪ પર પહોંચ્યો છે, કુલ ૩,૦૯,૭૪,૭૪૮ દર્દીઓ સાજા થયા છે અને ૪,૨૬,૨૯૦ દર્દીઓએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાના નવા કેસ ૪૦ને પાર જતા એક્ટિવ કેસ વધીને ફરી એકવાર ૪,૧૧,૦૭૬ પર પહોંચ્યા છે.

Other News : કેટલાક લોકો રાજકીય સ્વાર્થમાં સેલ્ફ ગોલ કરી રહ્યા છે : PM Modi

Related posts

ભારત અને કેનેડા વિવાદમાં મોટો નિર્ણય : ભારતમાં કેનેડાના લોકોને નો-એન્ટ્રી, હવે શું જુઓ

Charotar Sandesh

ઘરે પહોંચવાની ઇચ્છા અધૂરી : ૩૦ શ્રમિકોના અકાળે મોત…

Charotar Sandesh

રાહત : વિદેશમાં ફેલાયેલ ઓમિક્રોન વાઈરસનો એકપણ કેસ ભારતમાં હજુ સુધી નથી આવ્યો

Charotar Sandesh