-
પ્રજાને મૂર્ખ બનાવી સહેલી છે પરંતુ સમજાવવી તેનાથી પણ વધુ અઘરી છે… કેમ કે રાજનીતિ શોર્ટકટ કમાણી, રોફ, જોહુકમી, બળાત્કાર, વ્યભિચાર અને ભ્રષ્ટાચાર માટેનું લાયસન્સ છે તેવી મનાસકિતા નેતા બનતાની સાથે આવી જાય છે…
-
આશ્ચર્યની વાત છે કે સર્વત્ર વ્યા’ ભ્રષ્ટાચાર નૈતિક મૂલ્યોના પતનને કારણે જ વિકસ્યા છે અને જાગૃત સ્ત્રીઓ તેની વિરુદ્ધ સશકત યુદ્ધ લડી શકે, કારણ કે તમામ ભ્રષ્ટ “સેવક” કુટુંબ પ્રેમનું બહાનું ધરીને જ સામે લાંચ લે છે.
-
બીજાના દુ:ખ જોઈને ખુશ થનાર આવા “સેવક” તમારી આસપાસના જીવનમાં પણ હશે જેઓને તમે અન્યની ચિંતા અને સમસ્યામાં ખુશ થતાં જોયા હશે. આવા સેવકોને ‘મહાદુષ્ટ’ કહેવાયા છે. આવા સેવક પોતાની મજા માટે અન્યને દુ:ખી કરતાં અચકાતા નથી. એટલા માટે જ આવા સેવક પર ક્યારેય ભરોસો ન કરવો કે ન કરવા દેવો.
ચરિત્રહીન સેવકની ભલામણ પત્ની દ્વારા શા માટે કરવામાં આવે છે? સમાચાર પત્રો તેમજ રોજબરોજ બનતી ઘટનાઓ જોતો આપણને સમજાશે કે જ્યારે કોઇપણ વ્યક્તિની હરકતો જ્યારે સંબંધો ની પરાકાષ્ટા વટાવે છે ત્યારે અનેક સવાલો અને સમસ્યાઓ ઉભી થાય છે. તમામ મોટા લોકોના કૌભાંડ અથવા અફેર ને દબાવવા માટે તેમના અંગત વ્યક્તિઓ જ્યારે મહત્વની ભૂમિકામાં આવી જાય છે ત્યારે આખું પ્રકરણ દબાઈ જાય છે અને વ્યક્તિને ફરીથી આ કાર્ય કરવાનું સર્ટિફિકેટ મળી જાય છે. છેલ્લા કેટલાક સમયથી જોવા મળ્યું છે કે ઊંચા હોદ્દા પર બેઠેલા અનેક લોકો પર બળાત્કાર અથવા જાતીય શોષણના આરોપ મુકાતા રહ્યા છે. કેટલાંક પ્રકરણોમાં આરોપી સામે મજબૂત પુરાવા પણ મળ્યા છે. પરંતુ એ બધા ઉચ્ચ અમલદારોની પત્નીઓએ હંમેશાં તેમના પતિઓને નિર્દોષ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે અને ખુલ્લી બયાનબાજી પણ કરી છે.
સચ્ચાઈ એવી છે કે મોટે ભાગે પત્નીઓને લંપટ પતિઓના કારનામાની જાણકારી હોય છે. એ માટે તેમને કોઈ જાસૂસ કે ગુપ્તચર સેવાની જરૂર હોતી નથી. એ બધી જેની સાથે આટલો લાંબો વખત રહી હોય, તેના સ્પર્શમાંથી તેમની બેવફાઈનું માપ મેળવી લે છે. લંપટ માણસ ગરમ પાણીએ નહાઈને ભરપૂર પરફ્યૂમ અને ટાલ્કમ પાઉડર લગાવે તો પણ અંતરંગ ક્ષણોમાં પત્ની તેના દેહમાં અન્ય સ્ત્રીની ગંધ પકડી જ લે છે. સ્ત્રીની ચેતના કંઈક એવી હોય છે કે કોઈ પાછળ ચાલતો પુરુષ તેની ઉઘાડી પીઠને નહિાળતો હોય તોયે તેની ચેતનામાં સમાયેલું એન્ટીના તેને એ બાબતનો સંકેત આપી છે અને થોડી ક્ષણોમાં એ સાડી કે દુપટ્ટાના પાલવથી પીઠને અથવા કમરને ઢાંકી લે છે. આવી વિલક્ષણ ચેતના ધરાવતી સ્ત્રી, તેના પતિના સ્વભાવમાં છુપાયેલી બેવફાઈને માપી લે છે અને તેમ છતાં તેનો બચાવ પણ કરે છે. આ બધું શા માટે બને છે? દરેક લંપટ અને ભ્રષ્ટ વ્યક્તિની પડખે એક સ્ત્રી શા માટે ઊભી હોય છે? કેટલાંક પ્રકરણોમાં સ્ત્રીઓ, બાળકોને માટે તેમના ચરિત્રહીન પતિનું રક્ષણ કરવા ચાહે છે, પણ ભૂલી જાય છે કે ચરિત્રહીન પિતા હોવા કરતાં બાળક ‘પિતાહીન’ હોવું બહેતર છે. કેટલાંક પ્રકરણોમાં આર્થિક કારણોસર તેઓ ચારિત્રયહીન છતાં કમાઉ પતિને સાચવી લેવા માગે છે. એ કારણો ઉપરાંત ખરું કારણ સંસ્કારને નામે તેના મગજમાં ઘુસાડાયેલા જુનવાણી મૂલ્યો છે. ખરેખર તો મહિલાઓ માટેના બધા નિયમો પુરુષોની સગવડ અનુસાર ઘડાયા છે. એ નિયમોને તર્કની એરણે ન ચકાસાય એ માટે તેમને ‘સંસ્કારો’નું નામ અપાયું છે. મહિલાઓની વિરુદ્ધ કહેવાતા ધાર્મિક આખ્યાનો પણ ઘડાયા છે. કારણ કે ધર્મના આવરણમાં જ તેમના અચેતન મન (સબકોન્શિયસ માઈન્ડ)ને દૂષિત કરી શકાય છે. મહિલાઓને લાંબા વખત સુધી શિક્ષણ અને સમાનતાથી વંચિત રખાઈ અને આર્થિક દ્રષ્ટિએ સ્વતંત્ર થવાની મોકળાશ કે અવસર ન અપાયા. ખરેખર, મહિલાઓનું શોષણ અનેક સ્તરે એક સાથે ચાલ્યું છે. જોકે શક્યતા એવી પણ છે કે નૈતિકતાના અધ:પતનના આ શિરમોર સમયગાળામાં ચારિત્રયહીન વ્યક્તિઓના રક્ષણમાં આખો સમાજ અને આખું તંત્ર ઊભું છે. તેનો એક હિસ્સો પેલી મહિલા પણ છે, જે પોતાના બળાત્કારી પતિને બચાવવા માગે છે, ભારતીય સિનેમા પણ તમામ કુરિવાજોને હંમેશાં પ્રસ્તુત કરતા રહ્યા છે. રડતી અને અંદરથી સોસવાતી મહિલાઓ બોક્સઓફિસ પર ધન વરસાવે છે. આજે ટેલિવિઝન પણ કોઈ ને કોઈ આવરણમાં કુરિવાજોનો પ્રચાર કરે છે. વળી એ જ જુનવાણી સિરિયલો મહિલા દર્શકોને કારણે જ લોકપ્રિય છે, એ આશ્ચર્યની વાત છે. સર્વત્ર વ્યા’ ભ્રષ્ટાચાર નૈતિક મૂલ્યોના પતનને કારણે જ વિકસ્યા છે અને જાગૃત સ્ત્રીઓ તેની વિરુદ્ધ સશકત યુદ્ધ લડી શકે, કારણ કે તમામ ભ્રષ્ટ લોકો કુટુંબ પ્રેમનું બહાનું ધરીને જ સામે લાંચ લે છે.
ચરિત્રહીન સેવક જ્યારે લોકોના કર્યો કરવાને બદલે જ્યારે વ્યક્તિગત સ્થરે જ્યારે કાર્ય કરવાનું શરૂ કરે છે ત્યારે સમાજ અને વિસ્તારનું પતન થવાની શરૂઆત થઈ જાય છે ત્યારે તેને લગતા અનેક કારણો દર્શાવામાં આવ્યા છે.
-
પ્રજાનું દુ:ખ જોઈને ખુશ થનાર :
આવા અનેક સેવક હશે જે તમારા જીવનમાં પણ હશે જેઓને તમે અન્યની ચિંતા અને સમસ્યામાં ખુશ થતાં જોયા હશે. આવા લોકોને મહાદુષ્ટ કહેવાયા છે. આવા લોકો પોતાની મજા માટે અન્યને દુ:ખી કરતાં અચકાતા નથી. એટલા માટે જ આવા લોકો પર ક્યારેય ભરોસો ન કરવો.
-
ઘમંડી સેવક :
સામાજિક જીવનમાં દરેક માટે મર્યાદા નિર્ધારિત હોય છે. દરેક વ્યક્તિએ તેનુ પાલન કરવું જોઈએ. પરંતુ જે સેવક ઘમંડી હોય છે તેને કોઈ સીમા નડતી નથી. આવા લોકો સારા-નરસાનો વિચાર પણ કરતાં નથી. તેઓ અન્યની સલાહ પણ માનતા નથી અને પોતાની ભુલનો સ્વીકાર પણ કરતાં નથી. અભિમાની વ્યક્તિના કારણે તેના પરિવારજનો અને મિત્રો દુ:ખી જ રહે છે.
-
કપટી સેવક :
જે વ્યક્તિ અન્યને પોતાના સ્વાર્થ માટે છેતરે છે તેનો પણ ભરોસો ન કરવો જોઈએ. તેઓ પોતાના સ્વાર્થની પૂર્તિ કરવા માટે ખોટા કામ કરતા પણ અચકાતા નથી. તેઓ અન્યને નુકસાન પહોંચાડીને ખુશ થનારા હોય છે તેથી તેમનો પર ભરોસો ન કરવો જોઈએ.
-
પરસ્ત્રી પર નજર રાખનાર સેવક :
જે માણસ પરસ્ત્રી પર નજર રાખતાં હોય તેમનો પણ ક્યારેય ભરોસો ન કરવો જોઈએ. તેમના મનમાં ખરાબ ભાવના ઉત્પન્ન થતી રહેતી હોય છે. તેઓ પોતાની ઈચ્છા પુરી કરવા માટે દરેક હદ પણ પાર કરી જાય છે. આવા લોકોને દેવી ભાગવતમાં ચરિત્રહીન ગણાવાયા છે. તેથી તેમનો ભરોસો ન કરવો જોઈએ.
-
લાલચી સેવક :
લાલચ માણસનો સૌથી મોટો શત્રુ છે. તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. તેઓ પણ પોતાના સ્વાર્થ માટે હદ પાર કરી દેતા હોય છે. જેના કારણે તેની સાથે સંબંધ રાખનાર પણ સમસ્યામાં મુકાઈ જાય છે.
-
દ્વેશ રાખનાર સેવક :
જે માણસ અન્યના સુખને જોઈ તેની ઈર્ષા કરે તે પણ વિશ્વાસપાત્ર રહેતો નથી. તેઓ દ્વેશ અને ઈર્ષાના કારણે કોઈનું પણ અહિત કરી શકે છે. આવા લોકો પર વિશ્વાસ સમસ્યાનું સર્જન કરી શકે છે.
કોઇપણ સેવક દ્વારા જ્યારે સરાહનીય કાર્ય કરવામાં આવે છે ત્યારે સમગ્ર પંથકમાં તેના ગુણગાન ગવાય છે અને જગ્યાએ જગ્યાએ માન સન્માન મળે છે. પરંતુ જેમ જેમ સત્તાનો પારો ચડવા લાગે છે ત્યારે વ્યક્તિમાં રહેલો શૈતાન ન કરવાના કર્યો કરાવતો હોય છે. ભારતની ભૂમિ એ સંતો અને મહંતોની ભૂમિ છે આપણે સૌ આશા રાખીએ કે દેહાહિત માં કાર્ય કરી અનેક નવી સોપાનો પાર કરીએ.
– પિન્કેશ પટેલ
“કર્મશીલ ગુજરાત”
નવામુવાડા, લુણાવાડા, મહીસાગર