Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના ૩૦ તાલુકામાં મેઘમહેર…

૨૪ કલાક દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી : ઉમરપાડામાં ૬, માંગરોળમાં ૪ ઈંચ વરસાદ

સુરત : હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં ૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે માંગરોળ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ સાથે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક સુરત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. નાસિકમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સાથે બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર એરિયાના કારણે મોન્સૂન રેખા બની છે. જેના લીધે વરસાદની સિસ્ટમ સક્રિય થઇ છે.
સુરત જિલ્લામાં વરસાદના લીધે સુરત શહેરમાંથી પસાર થતી તમામ ખાડીઓના જળસ્તરમાં વધારો થતાં મનપા એલર્ટ થઇ ગઇ છે. ખાડીઓના જળસ્તરમાં ૦.૪૦થી ૦.૫૦ સુધીનો વધારો નોંધાયો હતો. આ સાથે વિયર કમ કોઝવેની સપાટી વધીને ૫.૫૫ મીટરે પહોંચી છે. જે ગઇકાલે ૫.૩૯ મીટર હતી. મુશળધાર વરસાદથી માંડવીનો ગોડધા ડેમ છલકાયો હતો. ઉપરાંત વરેહ નદી પરથી પસાર થતાં ગોડધા લાડકૂવા તથા મોરીઠા રેગામા જેવા લો લેવલના કોઝવે પર પાણી ફરી વળ્યા હતાં. વહેલી સવારે બંને કાંઠે વહેતી વરેહ નદીના ધસમસતા પ્રવાહને જોવા લોકો ઉમટી પડ્યા હતાં.
તાલુકામાં ઠેરઠેર ફરી વળેલા પાણીથી વહેલી સવારના વાહનવ્યવહાર ખોરવાયો હતો. જો કે લોકોમાં ખુશી વ્યાપી ઉઠી હતી. ઉપરવાસમાં અને મહુવા તાલુકામાં ધોધમાર વરસાદના પરિણામે ઉપરવાસમાંથી નીકળતી સૂકી ભઠ્ઠ અંબિકા નદી બે કાંઠે છલકાઈ ઉઠી હતી. જેના પરિણામે મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલો મધર ઈન્ડિયા ડેમ સિઝનમા પ્રથમ વાર છલકાઈ ઉઠ્યો હતો.

Related posts

ગરુડેશ્વરનું નર્મદેશ્વર મહાદેવ મંદિર પાણીના વહેણમાં આખેઆખું તૂટ્યું…

Charotar Sandesh

રાજ્યના આ શહેરમાં શાળા ખુલતા જ વિદ્યાર્થી કોરોના પોઝીટીવ : શાળા બંધ કરાવાઈ

Charotar Sandesh

વિદેશી દારૂ ભરેલી કાર પલ્ટી જતાં રાહદારીઓએ બોટલો લેવા પડાપડી કરી : વિડીયો વાયરલ

Charotar Sandesh