Charotar Sandesh
વર્લ્ડ

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા અમેરિકી સાંસદોએ કાશ્મીરમાં માનવાધિકારનો મુદ્દો ઉઠાવ્યો…

ચાર સાંસદોએ વિદેશમંત્રી પોમ્પીયોને પત્ર લખી ૩૭૦-સીએએ મુદ્દે રજૂઆત કરી…

USA : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના છે. એ પહેલાં અમેરિકાના ચાર સાંસદોએ ભારતમાં માનવ અધિકારનો મુદ્દો ઉઠાવીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. વિદેશ મંત્રી માઈક પોમ્પીઓને પત્ર લખીને ચાર અમેરિકન સાંસદોએ ૩૭૦-સીએએના મુદ્દે રજૂઆત કરી હતી.
અમેરિકન સાંસદો ક્રિસ વાન હોલેન, ટોડ યંગ, રીચર્ડ દર્બિન અને લિન્ડસે ગ્રેહામે પોતાને ભારતના જૂના મિત્રો ગણાવીને અત્યારની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાંસદોએ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓને પત્ર લખીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે જાય તે પહેલાં ૩૭૦ અને નાગરિકતા કાનૂન મુદ્દે રજૂઆત કરી હતી.
આ સાંસદોએ કહ્યું હતું કે વર્તમાન કેન્દ્ર સરકાર લઘુમતીઓની વિરૂદ્ધમાં પગલાં ભરી રહી હોવાની છાપ ઉપસી છે. નાગરિકતા કાયદામાં દેશભરમાં થયેલા ઉગ્ર દેખાવોનો ઉલ્લેખ કરીને પત્રમાં દલીલ કરવામાં આવી હતી કે મોદી સરકારે ચોક્કસ ધર્મના લોકોની અવગણના કરવા તરફના પગલાં ભરે છે.
એ જ રીતે જમ્મુ-કાશ્મીરમાં હ્યુમન રાઈટ્‌સનો મુદ્દો પણ આ સાંસદોએ ઉઠાવ્યો હતો. સાંસદોએ કહ્યું હતું કે કાશ્મીરમાંથી ૩૭૦ કલમ હટાવ્યા પછી કેટલાય સમય સુધી ઈન્ટરનેટની સુવિધા બંધ રાખવામાં આવી હતી. ઈન્ટરનેટની સર્વિસથી લોકોને વંચિત રાખ્યા હોય એવી એશિયામાં જે મોટી ઘટનાઓ બની છે એમાં કાશ્મીરનો પણ સમાવેશ થાય છે.
સાંસદોએ પોમ્પીઓને એવી રજૂઆત કરી હતી કે અમેરિકાના વિદેશ મંત્રાલયે આ બાબતે ટ્રમ્પની મુલાકાત વખતે ભારત સરકાર સાથે સંવાદ કરવો જોઈએ. ખાસ તો લઘુમતીઓના માનવ અધિકાર બાબતે અમેરિકાએ મોદી સરકાર સાથે વાત કરવી જોઈએ. જો ભારતમાં આવી સ્થિતિ રહેશે તો આગામી સમયમાં દક્ષિણ એશિયામાં ખૂબ જ ગંભીર પરિણામો આવશે એવી ચિંતા પણ આ સાંસદોએ વ્યક્ત કરી હતી.

  • Nilesh Patel

Related posts

અમેરિકા : રાજ્ય અને સ્થાનિક ચૂંટણીમાં ૪ ભારતવંશીઓની જીત…

Charotar Sandesh

વિશ્વની દરેક દસમી વ્યક્તિ કોરોનાગ્રસ્ત થઇ શકે છે : ડબલ્યુએચઓ

Charotar Sandesh

મધ્ય-પૂર્વના દેશોમાં કોરોનાની ચોથી લહેર ઘાતક બની રહી છે : WHO

Charotar Sandesh