Charotar Sandesh
વર્લ્ડ

મધ્ય-પૂર્વના દેશોમાં કોરોનાની ચોથી લહેર ઘાતક બની રહી છે : WHO

ડેલ્ટા વેરિયેન્ટ

USA : કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયેન્ટ હાલ વિશ્વના કેટલાક દેશોમાં ભારે ઝડપથી પ્રસરી રહ્યો છે. નિષ્ણાતો અનુસાર કોરોનાના નવા વેરિયેન્ટ ઘણો સંક્રમક છે. હાલ મધ્ય-પૂર્વના દેશોમાં કોરોના વાઇરસની ચોથી લહેર ઘાતક બની રહી છે, એમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું, કેમ કે આ દેશોમાં કોરોના વાઇરસની સામે રસીકરણની ઝડપ ઘણી ધીમી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક નિવેદન જારી કહ્યું હતું કે કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેને કારણે મધ્ય-પૂર્વના દેશોમાં દર્દીઓની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્ય-પૂર્વના ૨૨માંથી ૧૫ દેશોમાં કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયેન્ટનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

આમાંથી કેટલાય દેશોમાં વાઇરસનો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે અને મોટા ભાગે જે લોકોનું રસીકરણ નથી થયું તે લોકોને આ વાઇરસનો ચેપ લાગી રહ્યો છે, એમ નિવેદન કહે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના રિજિયોનલ ડિરેક્ટર ડો. અહેમદ અલ મંધારીએ કહ્યું હતું કે આ બધા દેશોમાં ડેલ્ટા વેરિયેન્ટ તેજીથી ફેલાવું એ અમારા માટે ચિંતાનું એક મોટું કારણ છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં સંક્રમણના નવા કેસોમાં ૫૫ ટકા અને મોતોની સંખ્યામાં ૧૫ ટકાની વૃદ્ધિ થઈ છે. સાપ્તાહિક ધોરણે કોરોનાના સંક્રમણના કેસોમાં ૩,૧૦,૦૦૦થી વધુ કેસો અને ૩૫૦૦થી વધુ મોત થયાં છે. ટ્યુનિશિયા જેવા દેશ, જેણે ઉત્તર આફ્રિકામાં સૌથી વધુ કોરોનાથી મોતનો સામનો કરી ચૂક્યા છે- એ કોરોનાનો પ્રકોપ રોકવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

  • Naren Patel

Other News : USA : અમેરિકાના અલાસ્કામાં ૮.૨ની તિવ્રતાનો ભૂકંપ, ભારે તબાહીની આશંકા

Related posts

યુ.એસ.ની કોરોના વાઇરસ એડવાઈઝરી કાઉન્સિલમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાને સ્થાન…

Charotar Sandesh

મોમ’ ફિલ્મે ચીનમાં ધૂમ મચાવી, ત્રણ દિવસમાં ૪૨ કરોડની કમાણી

Charotar Sandesh

કેલિફોર્નિયામાં 7.1 ની તીવ્રતાનો ભયાનક ધરતીકંપ : ભૂકંપનું કેન્દ્ર બિંદુ લોસ એન્જલ્સથી 150 માઈલ દૂર

Charotar Sandesh