USA : અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પરથી વિદાય લેતા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પએ ચીનને વધુ એક ઝાટકો આપ્યો છે. અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે ચીનની સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઈન્ટરનેશનલ કોર્પોરેશન સહિત ૫૯ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉત્પાદન કંપનીઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકાએ આ કંપનીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે.
અમેરિકાના વાણિજ્ય વિભાગમાં ઉદ્યોગ અને સુરક્ષા બ્યુરો તરફથી આવેલા નિવેદનમાં કહ્યું છે કે એસએમઆઇસી સહિત ૫૯ કંપનીઓના એક્સપોર્ટ કંટ્રોલ એંટિટી લિસ્ટમાં એટલા માટે મૂકયા છે કારણ કે તેમના ચીનની સેના સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે.
વાણિજ્ય સચિવ વિલ્વર રોસે કહ્યું કે ચીન પોતાના સૈન્ય આધુનિકીકરણના મામલે અમેરિકન પ્રોદ્યોગિકીનો લાભ લે છે પણ હવે એવું નહીં થાય. અમે દરેક કંપનીઓ પર કાર્યવાહી કરીશું જે ચીનની સેના સાથે જોડાયેલી છે. તેઓએ કહ્યું કે આ નક્કી કરવા માટે એસએમઆઇસી અમેરિકન ટેક્નોલોજીથી ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીને મજબૂત ન કરે. આથી તેમને આ યાદીમાં રાખવી જરૂરી હતી.
આ જાહેરાત બાદ વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરી ખતમ કરવા માટે કેટલાક પગલાં લેવાઈ રહ્યા છે. તેઓએ કહ્યું કે વાણિજ્ય વિભાગ ચીનના શીપ બિલ્ડિંગ કોર્પોરેશનથી સંબંધિત ૨૫ શિપબિલ્ડિંગ રિસર્ચ સંસ્થાને એંટિટી લિસ્ટમાં રાખશે. આ સિવાય અન્ય ૬ સંસ્થાઓ પર પણ કાર્યવાહી કરશે જે પીપૂલ્સ લિબરેશન આર્મીને અનુસંધાન, વિકાસ અને વિનિર્માણમાં મદદ કરે છે.
- Nilesh Patel