Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ડાકોર : લોકડાઉન બાદ મંદિર ખુલશે પણ નિયમોનું પાલન કરવું ફરજિયાત… તૈયારીઓ શરૂ…

સેનેટાઈઝર ટનલ, સોશિયલ ડિસ્ટન્સના ગોળ કુંડાળા સહિત કર્મચારીઓને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી છે… આ ઉપરાંત આયુર્વેદિક ઉકાળા ની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે…

દેશભરમાં લોકડાઉન અંશત: હળવું કરવામાં આવ્યું છે અને 8મી જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા હાલની સ્થિતિની ગંભીરતાના પગલે 17મી જૂનથી મંદિર ખોલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વડતાલ સ્વામિનારાયણ મંદિર ઉપરાંત કષ્ટભંજનદેવ હનુમાનજી અને તાબાના મંદિરોને પણ લાગુ પડશે. ડાકોર મંદિર 8મીથી ખુલી રહ્યું છે. મંદિર મેનેજમેન્ટ મંદિરની અંદરની વ્યવસ્થા માટે પુરી તૈયારી કરી ચૂક્યું છે. પરંતુ સરકારી ગાઈડલાઈન હજુ મળી ન હોવાથી દર્શન સમય અને મંદિર બહારની યાત્રિક વ્યવસ્થા આયોજન માટે અસમંજસતા પ્રસરી રહી છે.

આ અંગે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડે જણાવ્યું હતું કે, વૈશ્વિક કોરોના મહામારી સંદર્ભથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે લોકડાઉન અંશત: ખુલ્લુ મુક્યું છે. તેમાં 8મી જૂનથી મંદિરો પણ નિયમોને આધીન ખોલવાની જાહેરાત કરી છે. પરંતુ કોરોનાના કેસ અચાનક સેંકડોની સંખ્યામાં વૃદ્ધિ પામ્યાં છે. જે ભયજનક જણાતા આપણા વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેના તાબાના મંદિરો સાળંગપુર (કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા) વિગેરે તમામ મંદિરો 17મી જૂન જેઠ એકાદશીના રોજ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી બીજો નિર્ણય લેવામાં ન આવે ત્યાં હરિભક્તોએ સંયમ રાખી ઓનલાઇન દર્શન કરવા વિનંતી છે.
ગાઈડલાઈન જાહેર થયે તમામ વ્યવસ્થાઓ ચોક્કસ કરીશુ આ ઉપરાંત ડાકોર મંદિર મેનેજમેન્ટ દ્વારા યાત્રિકો સરકારના વિવિધ વિભાગો સાથે પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને દર્શન વ્યવસ્થા સુચારુ રૂપથી થાય તે માટે ડાકોર નગરપાલિકા, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ પોલીસ વિભાગ સહિતના સરકારી વિભાગો સાથે સંકલન અને પત્ર વ્યવહાર દ્વારા માર્ગદર્શન અને મદદ માંગવામાં આવી છે. જોકે હજુ સરકારી ગાઈડલાઈન જાહેર થયે તમામ વ્યવસ્થાઓ ચોક્કસ કરીશું.
‘આગામી 8 મી તારીખે રણછોડરાયજી મંદિર ભક્તો દર્શનાર્થીઓ માટે ખુલવાના હોવાથી મંદિર મેનેજમેન્ટ કમિટીએ પોતાની બાજુથી સખ્ત તૈયારીઓ કરી દીધી છે. સેનેટાઈઝર ટનલ, સોશિયલ ડિસ્ટન્સના ગોળ કુંડાળા સહિત રણછોડ સેના કર્મચારીઓને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત આયુર્વેદિક ઉકાળા ની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.’ – અરવિંદભાઈ મહેતા, મેનેજર, ડાકોર ટેમ્પલ કમિટી, ડાકોર

Related posts

આણંદ : અમૂલ ડેરીમાં રામસિંહ અને રાજેન્દ્રસિંહની જોડી જૂની રણનીતી મુજબ યથાવત…

Charotar Sandesh

આણંદ : મુખ્યમંત્રીના હસ્તે ખંભાત તાલુકાના ૭૦ હજાર ઉપરાંત લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ…

Charotar Sandesh

ઉત્તરાયણમાં ચાઇનીઝ – પ્લાસ્ટીક દોરા ઉપર પ્રતિબંધ : આણંદ પોલીસે ૪.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

Charotar Sandesh