Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉત્તરાયણમાં ચાઇનીઝ – પ્લાસ્ટીક દોરા ઉપર પ્રતિબંધ : આણંદ પોલીસે ૪.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ઉત્તરાયણમાં ચાઇનીઝ

આગામી તા. ૧૪/૦૧/૨૦૨૨ ના રોજ મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) નો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવાર દરમ્‍યાન સમગ્ર રાજ્યમાં પતંગ રસિકો મોટી સંખ્‍યામાં પતંગ ચગાવી આનંદ મેળવતા હોય છે.

પતંગ ચગાવવા ઉપયોગમાં લેવામાં આવતી ચાઇનીઝ દોરા, ચાઇનીઝ માંઝા, પ્‍લાસ્‍ટીક દોરી માનવ જીવન, પશુઓ તથા પર્યાવરણ માટે ખતરારૂપ છે

આ દોરી ઘણીવાર માણસો અને પક્ષીઓને પ્રાણધાતક ઇજાઓ કરે છે. ચાઇનીઝ માંઝા, પ્‍લાસ્‍ટીક દોરીના વસ્‍તુથી બનતી દોરી / પતંગ લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી. જેના પરીણામે ગટરો અને ડ્રેનેજ જામ થાય છે. ગાય અને અન્‍ય પ્રાણીના ખોરાકમાં પેટમાં વસ્‍તુ જવાથી પ્રાણીઓ આફરો / ગભરામણના લીધે મરણ પામે છે. તદઉપરાંત વીજલાઇન અને સબ સ્‍ટેશનમાં આ દોરી અને પતંગ ભરાવવાના કારણે ફોલ્‍ટ થાય છે.

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને તારાપુર પોલીસ દ્વારા બે વેપારીઓને રૂપિયા 4.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

આવી સ્કાય લેન્‍ટર્ન ની આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાતું હોઇ જાહેરજનતાના હિતમાં ઉપસચિવશ્રી, (કા.વ્‍ય) ગૃહ વિભાગ, ગુ.રા ગાંધીનગરનાઓ દ્વારા સ્કાય લેન્‍ટર્ન (ચાઇનીઝ ટુક્કલ) ચાઇનીઝ માંઝા / પ્‍લાસ્‍ટીક દોરીની આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા યોગ્‍ય સાવચેતીના કાયદાકીય પગલાં લેવા સૂચિત કરવામાં આવ્‍યા. જેથી આવી સ્કાય લેન્‍ટર્ન (ચાઇનીઝ ટુક્કલ) ચાઇનીઝ માંઝા / પ્‍લાસ્‍ટીક દોરીની આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વેચાણ સામે પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

Other News : ગુજરાતમાં કોરોનાના આજે નવા ૬૨૭૫ કેસો : જાણો આણંદ-નડીયાદમાં નિયંત્રણો બાદ કેટલા કેસો નોંધાયા

Related posts

આણંદ સિવિલ હોસ્પિટલ સાકાર કરવાનો મુદ્દો ફરી લોલીપોપ બની રહ્યો : નગરજનોમાં રોષની લાગણી, જુઓ

Charotar Sandesh

નડીઆદ : ૧૭.૬૬ લાખ ઉપરાંતની ૫૦૦ની બનાવટી નોટો સાથે 3 પકડાયા, પોલિસ તપાસ શરૂ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ઠંડી વચ્ચે રાજકારણ ગરમાયું : ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ રાત્રિ બેઠકોનો ધમધમાટ

Charotar Sandesh