Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તૌકતે વાવાઝોડું : જાણો, આણંદ-ખેડા જિલ્લામાં શું થઈ અસર ? એક બાળકીનું વીજ કરંટથી મોત…

૭૦ થી ૮૦ ની સ્પીડે વાવાઝોડુ ખંભાત, તારાપુર સહિત સમગ્ર આણંદ જિલ્લાને ધમરોળી દીધું…
નડિયાદમાં વૈશાખમાં જ જોવા મળ્યો અષાઢી માહોલ, તમામ ગરનાળા પાણીથી છલકાયા…
આણંદ જિલ્લામાં ૧૫૦ જેટલા થાંભલા ધરાશાયી થયા હોવાનું જાણવા મળેલ છે : વીજળી ડૂલ
આણંદ જિલ્લામાં વાવાઝોડાના જોખમે ૩૪૦૦ થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું, ખંભાતમાં વીજ કરંટથી બાળકીનું મોત થયુ…
નડિયાદમાં વાવાઝોડાને કારણે થાંભલાનો વાયર પડતાં મા અને દીકરીનું કરૂણ મોત નિપજ્યું…
જિલ્લામાં ખેતીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું…
ખંભાત, તારાપુર અને પેટલાદમાં વરસાદ વધુ નોંધાયો…
એનડીઆરએફ ટીમની સરાહનીય કામગીરીથી અન્ય કોઈ જાનહાનિ થઈ નથી…

આણંદ : ખેડા-આણંદ જિલ્લામાં તાઉ-તેએ કહેર મચાવ્યો છે. બપોર બાદ તેજ વાવાઝોડા સાથે ધુઆધાર વરસાદે એન્ટ્રી મારી હતી. આણંદ જિલ્લાના કાંઠાના ગામોમાં કાચા ઘરો અને માર્ગ ઉપરના વૃક્ષો ધરાશયી થવાના બનાવો નોંધાયા હતા. ૭૦ થી ૮૦ ની સ્પીડે વાવાઝોડુ ખંભાત, તારાપુર સહિત સમગ્ર આણંદ જિલ્લાને ધમરોળી દીધું છે. જેમાં ૩૪૦૦ થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. તથા ખંભાતમાં વીજ કરંટથી એક બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે તેમ જાણવા મળેલ છે.
વાવાઝોડું પસાર થતાં તેની અસર ખેડા જિલ્લામાં પણ જોવા મળી છે. સવારથી એક ધાર્યો રહેલો વરસાદ બપોરે મુશળધાર બન્યો હતો. તેજ પવન સાથે વરસેલા વરસાદના કારણે ખેડા જિલ્લામાં તબાહી મચી ગઈ છે.

ખેડા જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર જોવા મળી છે. બપોરે ૩ વાગ્યાની આસપાસ આ વાવાઝોડું અમદાવાદ પરથી પસાર થતાં અમદાવાદને અડીને આવેલા જિલ્લામાં પણ તબાહી મચી છે. ખેડા જિલ્લાના માતર, ખેડા, વસો, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર વિગેરે સ્થળોએ મુશળધાર વરસાદ વરસ્યો છે. તો પવન પણ વછુટતાં બપોરના સમયે ઉપરોક્ત તાલુકા મથકોએ બજારો ટપોટપ બંધ થવા લાગ્યા હતા. લોકો ઘરે જતા રહેતાં રસ્તાઓ પણ સુમસામ જોવા મળ્યા હતા.
તો આ તરફ બપોરે ૨ વાગ્યા બાદ પવનની ગતિ વધતાં ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાનાં બનાવો બન્યા છે. જ્યારે ગામડાઓમાં ક્યાંક ઘરનાં પતરા ઉડી ગયા છે તો ક્યાંક વીજ પોલ પણ પડી ગયાના અહેવાલો મળી રહ્યા છે. વરસાદી માહોલ અને વાવાઝોડાને કારણે સાવચેતીના ભાગરૂપે મોટાભાગની જગ્યાએ વિજ પુરવઠો પણ અટકાવી દેવામાં આવ્યો હતો.

નડિયાદમાં એકધારા પડેલા વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા ગયા છે. તો ચારેય ગરનાળા પાણીથી છલકાઈ જતાં પશ્ચિમ તરફનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. સંતરામ રોડ, કોલેજ રોડ, મીલ રોડ, જુના માખણપુરા, દેસાઈ વગો સહિત પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તો આ સાથે વાવાઝોડાને કારણે શહેરના વિસ્તારોમાં આશરે ૨૦થી વધુ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે.

Related posts

આણંદ શહેરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આગની ઘટના : ફાયરબ્રિગેડ ટીમે આગની કાબુમાં લીધી

Charotar Sandesh

આણંદના બિલ્ડર સતીષ મેકવાનના પુત્ર સહિત ૨નો છુટકારો થયો

Charotar Sandesh

આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે બિનહરિફ ચૂંટાઈ આવ્યા…

Charotar Sandesh