Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોનાનો રીકવરી રેટ ૪૭.૯૯ %, છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૦૪ દર્દીઓ સ્વસ્થ થયાં..

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩૮૦૪ દર્દીઓ સ્વસ્થ થયા ચ્જ્જે. આ સાથે જ દેશમાં કોરોના સામે જિંદગીની જંગ જીતી ચુકેલા લોકોની સંખ્યા વધીને ૧,૦૪,૧૦૭ થઇ ગઈ છે. ભારતમાં કોરોનાના દર્દીઓનો રીકવરી રેટ પણ વધી ગઈ છે. ગુરૂવારે ભારતનો રીકવરી રેટ ૪૭.૯૯% થઇ ગયો છે. ભારતમાં અત્યારે કોરોના ૧,૦૬,૬૩૭ એક્ટિવ કેસ છે, જેની સારવાર દેશની વિભિન્ન હોસ્પિટલમાં ચાલી રહી છે.

ICMR એ સંક્રમિત વ્યક્તિઓમાં કોરોના વાયરસની તપાસ કરવા માટે ટેસ્ટની ક્ષમતા વધારી દીધી છે. હવે દેશમાં સરકારી લેબ્સની સંખ્યા વધીને ૪૯૮ થઇ ગઈ છે. છેલ્લા ૨૪ કાળમાં કોરોના ટેસ્ટ કરનારી ખાનગી લેબની સંખ્યા વધારીને ૨૧૨ કરી દેવામાં આવી છે. જાણકારી પ્રમાણે ૨૪ કલાકમાં ૧૩૯૪૮૫ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પ્રકારે તપાસ કરવામાં આવેલા સેમ્પલોની કુલ સંખ્યા વધીને ૪૨,૪૨,૭૧૮ થઇ ગઈ છે.

દેશમાં કોરોના સંક્રમણનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. કોરોનાના કેસ ૨.૧૬ લાખ પાર થઇ ચુકી છે.  કોરોના વાયરસનો સૌથી વધારે કહેર મુંબઈ, દિલ્હી અને અમદાવાદ પર છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨ દર્દીઓના મોત થઇ ચુક્યા છે. દિલ્હીમાં એક દિવસમાં ૧૫૦૦ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધી ૬,૦૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.

Related posts

૫ રાજ્યોની ચૂંટણી પુર્ણ થતા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો…

Charotar Sandesh

પુરુષોની કોન્ટનેન્ટલ કપ સ્પર્ધામાં પ્રથમવાર મહિલા રેફરીની નિમણુંક

Charotar Sandesh

પ્રથમ તબક્કે ૩ કરોડ લોકોને જ ફ્રીમાં વેક્સિન અપાશે : હર્ષવર્ધન

Charotar Sandesh