ન્યુ દિલ્હી : દેશનાં સમગ્ર રાજ્યોમાં હવે ૧૮થી વધુ ઉંમરનાં લોકોનું પણ વેક્સિનેશન શરૂ કરી દેવાયું છે. આ અંગે સરકાર જાહેરાત કરી રહી છે કે સમગ્ર દેશમાં વેક્સિનેશન પૂર ઝડપે ચાલી રહ્યું છે. પરંતુ દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનનાં જે આંકડાઓ છે, એ આ વાતથી તદ્દન વિરૂદ્ધ પરિસ્થિતિની ઝાંખી કરાવી રહ્યા છે. ૧૮ થી ૪૪ વર્ષના તમામ લોકોનું વેક્સિનેશન ૧લી મેથી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ૬ મે સુધીના આંકડાઓ જોઈએ તો આ ઉંમરનાં માત્ર ૧૧ લાખ ૮૦ હજાર ૭૯૮ લોકોને જ વેક્સિન આપવામાં આવી છે.
૧૮થી ૪૫ વર્ષની ઉંમરનાં લોકોનું વેક્સિનેશન રાજ્ય સરકાર કરી રહી છે, પરંતુ બીજી બાજુ સરકાર એમ કહે છે કે વેક્સિનનો સપ્લાઈ બંધ થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં જો આની તુલના ૪૫થી વધુ ઉંમરનાં લોકો સાથે કરવામાં આવે તો આ આંકડો સ્પષ્ટ મળી શકે તેમ છે.
૧ એપ્રિલથી ૪૫થી વધુ ઉંમરનાં લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એ સમયે રાજ્યમાં વેક્સિનની અછત ન હોવાથી કોઈપણ પ્રકારની ફરિયાદ સામે આવી નહોતી. ત્યારે શરૂઆતનાં ૬ દિવસોમાં ૧૯ લાખ ૩૬ હજાર લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
આ ૬ દિવસોમાં કુલ ૨.૧૯ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. હવે આ સરેરાશ આંક ઘટીને પાછો ૧૯ લાખ થઈ ગયો છે. જેમાં ૧૮થી ૪૪ વર્ષનાં લોકોમાં વેક્સિનેશન આંક માત્ર ૧.૯૭ લાખનો રહ્યો છે.
રાજ્યનાં કહ્યાં પ્રમાણે કેન્દ્ર ૪૫થી વધુ ઉંમરના લોકોના વેક્સિનનાં આંકડા છેલ્લા ૩ દિવસ સુધીનાં આપી રહી છે. જાણકારી વગર દૂર આવેલા કેન્દ્રોનું પ્લાનિંગ કરવું પણ શક્ય નથી. એટલા માટે વેક્સિનની અછત સર્જાતા ૧૦ દિવસમાં ૧૦ હજાર સેન્ટર ઘટાડવામાં આવ્યા છે.
૬ મેનાં આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો ૩ દિવસમાં ૨૮ લાખ ડોઝ ઉપલબ્ધ કરાશે. જોકે રાજ્યો પાસે અત્યારે ૮૯ લાખ વેક્સિનના ડોઝ રહેલા છે. પરંતુ મોટા રાજ્યોમાં રોજ સરેરાશ વેક્સિનેશન ૪થી ૫ દિવસ ચાલે એટલું જ છે. કેન્દ્રએ અત્યારસુધી ૩૪ કરોડ ૬૦ લાખ ડોઝ ઓર્ડર કર્યા છે, જેમાંથી ૧૬ લાક ડોઝનો ઓર્ડર ૨૮ એપ્રિલનો છે.