Charotar Sandesh
ઈન્ડિયા

USA : રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમેરિકાના મંદિરોમાં વિશેષ કાર્યક્રમો

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા

USA : અયોધ્યામાં રામ મંદિરના અભિષેક કાર્યક્રમને ગણતરીના કલાકો બાકી છે. આ કાર્યક્રમ માટે દેશભરમાંથી અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. USAમાં પણ રામ મંદિર ઉત્સવ (Ram mandir utsav) ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી સપ્તાહ સુધી અમેરિકામાં હાજર મંદિરોમાં વિવિધ Programsનું આયોજન કરવામાં આવશે, જેમાં લાખોની સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકો ભાગ લે તેવી શક્યતા છે.

અમેરિકાની હિંદુ University ના પ્રમુખ કલ્યાણ વિશ્વનાથને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે અયોધ્યા ઉપેક્ષા અને વિનાશમાંથી ફરી ઉભરી રહી છે. રામ મંદિર સનાતન ધર્મની શાશ્વત પ્રકૃતિનું પ્રતિક છે. રામ લલા ૫૫૦ વર્ષ પછી મંદિરમાં બિરાજમાન થશે.ઉલ્લેખનીય છે કે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક કાર્યક્રમ (22 january ayodhya ram mandir pran pratishta samaroh) નું આયોજન કરવામાં આવશે.

ટેક્સાસમાં શ્રી સીતા રામ Foundation ના કપિલ શર્માએ કહ્યું કે લાંબી રાહ જોયા બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવવામાં આવ્યું છે. તે વિશ્વભરના હિંદુઓ માટે વિશ્વાસ અને ઉજવણીનો મહત્વપૂર્ણ દિવસ છે.

હ્યુસ્ટનના મંદિરોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ (ram mandir pran pratishta samaroh) માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમારોહના દિવસે મંદિરોમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. ગાયન અને સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભગવાન રામનો હવન અને પટ્ટાભિષેક થશે. તેમજ ભગવાન રામની શોભાયાત્રા અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

Other News : આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ : આ ૮૪ સેકન્ડના શુભ મુહૂર્તમાં જીવનનો અભિષેક

Related posts

સરકારનો મોટો નિર્ણય : ૬૦ વર્ષથી ઉપરના લોકોને સરકાર ફ્રીમાં કોરોના વેક્સિન આપશે…

Charotar Sandesh

વેપારીઓ તો ઠીક બેન્કો પણ સિક્કા ન સ્વીકારતી હોવાની ફરિયાદો ઊઠી…

Charotar Sandesh

દારૂ પીવાથી થયેલા મોત મામલે વિમા ક્લેઈમ મંજુર ન થાય : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh