Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ધર્મજ-તારાપુર હાઈવે પર ૪૮૬ પેટી વિદેશી દારૂ ઝડપી પાડતી આણંદ એલસીબી પોલીસ…

આણંદ : એલસીબી પોલીસે બાતમીના આધારે ધર્મજ તારાપુર હાઈવે પરથી રૂપિયા ૧૪.૦૭ લાખના વિદેશી દારૂ સાથે ઈસમને ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ કાચની આડમાં લઈ જવાતો હતો. પોલીસે રૂપિયા ૨૯.૧૦ લાખના મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધર્મજ તારાપુર હાઈવે સ્થિત માણેજ પાટીયા પાસે ધર્મજ તરફથી આવતી એક ટ્રક વિદેશી દારૂ સાથે પસાર થવાની હોવાની ચોક્કસ બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેને પગલે પોલીસે વોચ ગોઠવી વર્ણનવાળી ટ્રક આવી પહોંચતાં જ પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ટ્રકની પાછળના ભાગે કાચ ગોઠવી અને ઉપરના ભાગે પણ કાચ ગોઠવેલા નજરે પડ્યાં હતા. તેની ઝીણવટભરી તપાસ કરતાં ઉપર પતરાંની પ્લેટો બનાવી ગોઠવી મોટા બોક્સમાં ગુપ્ત ખાનું બનાવી અંદરના ભાગે વિદેશી દારૂની પેટીઓ હતી. જેમાં અલગ-અલગ કંપનીના રૂપિયા ૧૪.૦૭ લાખની કિંમતનો વિદેશી દારૂ તેમજ ટ્રક કિંમત રૂા.૧૫,૦૦,૦૦૦ મોબાઈલ, રસ્સી, તાડપત્રી મળી કુલ રૂપિયા ૨૯.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે શખ્સની પૂછપરછ કરતાં રામસ્વરૂપ ધોકલરામ બિશ્નોઈ (રહે. જેસલમેર, રાજસ્થાન) હોવાનું ખૂલ્યું હતું. પોલીસ શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતાં વિદેશી દારૂ જૂનાગઢ તરફ લઈ જતો હોવાનું જણાવ્યું હતું. જોકે, જૂનાગઢ કોને આપવાનો હતો તે તેને ખબર નહોતી.

Related posts

આણંદ-નડિયાદમાં કોંગ્રેસના ૨૦૦ કરોડના ગોટાળાના વિરોધમાં ભાજપના ધરણા- વિરોધ પ્રદર્શન યોજાયા

Charotar Sandesh

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું : શાળાની આસપાસ ફાસ્ટ ફૂડ વેચવા પર પ્રતિબંધ…

Charotar Sandesh

આણંદ : ચેક રિટર્ન કેસમાં એક વ્યક્તિને કસુવરવાર ઠેરવી એક વર્ષની સજા ફટકારતી ખંભાત કોર્ટ

Charotar Sandesh