ખંભાત તાલુકામાં આવેલા વત્રા ગામના એક વ્યક્તિને ચેક રિટર્ન કેસમાં કુસુરવાર ઠેરાવીને એક વર્ષની સાદી કેદની સજા અને રુ.૪,૭૦,૦૦૦નો દંડ અને જો દંડ ના ભરે તો વધુ બે માસની કેદની સજા અને દંડ ભરે તો તેમાંથી વળતર પેટે ફરિયાદીને રુ.૪,૬૦,૦૦૦ ચૂકવવા ખંભાત કોર્ટે હુકમ કર્યો હતો. વત્રા ગામના સીમ વિસ્તારમાં રહેતા મગનભાઈ પુંજાભાઈ ઠાકોર અવારનવાર પીપળી ગામે આવતા હતા. તેમને ફરિયાદી મુકેશભાઈ અંબાલાલ પટેલ સાથે મિત્રતા થઈ ગઈ હતી.
દરમિયાન મુકેશભાઈ અંબાલાલ પટેલ સાથે મિત્રતા થવાના કારણે મગનભાઈ ઠાકોરને પૈસાની જરૂર પડતા તેમણે મુકેશભાઈ પાસેથી રૂ. ૪,૦૦,૦૦૦ એક મહિનાના વાયદે ઉછીના લીધા હતા. દરમિયાન એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ મગનભાઈએ પૈસા પરત ન કરતા મુકેશભાઈ ઉઘરાણી કરી હતી. જેમાં મગનભાઈએ તારીખ ૩૦/૧/૨૧ના રોજ ચેક આપ્યો હતો. જેને ખાતામાં ભરતા એકાઉન્ટ બ્લોકના કારણે ચેક પરત આવ્યો હતો. જેથી મુકેશભાઈએ કાનૂની કાર્યવાહી હાથ ધરીને ખંભાતની કોર્ટમાં ૧૩૮ મુજબ કેસ દાખલ કર્યો હતો.
જેની સુનાવણી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જતા જજ જેનીફર કાંતિલાલે આરોપી મગનભાઈ ઠાકોરને તક્સીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ. ૪,૭૦,૦૦૦ના દંડની સજા ફટકારી હતી. દંડની રકમ જો જમા ન કરાવે તો વધુ બે મહિનાની સાદી કેદની સજા અને જો દંડ રકમ જમા કરાવે તો તેમાંથી ફરિયાદીને વળતર સાથે રૂ. ૪,૬૦,૦૦૦ ચૂકવવાના રહેશે એવો ખંર્ભાંઈ કોર્ટે હુકમ કર્યો હતો.
Other News : આણંદ-નડિયાદમાં કોંગ્રેસના ૨૦૦ કરોડના ગોટાળાના વિરોધમાં ભાજપના ધરણા- વિરોધ પ્રદર્શન યોજાયા