Charotar Sandesh
ગુજરાત

નવા શૈક્ષણિક વર્ષે કોઈ ફી વધારો નહીં, ભરી શકાશે માસિક ફી…

શિક્ષણના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય…

રાજ્યની કોલેજો અને યુનિર્વસિટીઝમાં ૧૫ એપ્રિલથી ૧૬ મે સુધી વેકેશન,૧૬મી એપ્રિલથી ધોરણ-૧૦ અને ૧૨ના બોર્ડના પેપરની ચકાસણી શરૂ થશે…

ગાંધીનગર : કોરોના વાયરસ કોવિડ-૧૯ ની પરિસ્થિતીમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેટલાંક મહત્વના નિર્ણયો કર્યા છે, તે મુજબ શાળાઓ નવા શૈક્ષણિક વર્ષે કોઈ ફી વધારો કરશે નહીં. આ ઉપરાંત ત્રિમાસિક ફી વસૂલવાને બદલે માસિક ફી પણ વાલી ભરી શકે તેવી છુટ આપવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાના સંચાલકો સાથે આ સંદર્ભમાં એક ફળદાયી બેઠક યોજી હતી. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયોની વિગતો આપતાં કહ્યું કે આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ શાળા ફી વધારો કરશે નહી લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફી ની વસુલાત માટે કોઇ ઉતાવળ નહી કરે. એટલું જ નહિ, વાલીની આર્થિક સ્થિતી અને અનુકૂળતા સગવડ મુજબ જરૂર જણાયે ૬ મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે ત્રિમાસિકને બદલે માસિક ફી ભરવાની પણ સંમત્તિ અપાશે.
ધોરણ-૧૦ અને ૧ર ની બોર્ડની પરિક્ષાના પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી તા. ૧૬ એપ્રિલ ગુરૂવારથી શરૂ થશે આ કામગીરીમાં જોડાનારા શિક્ષકોની સુરક્ષા-સલામતિ સોશિયલ ડીસ્ટન્સીંગ નોમ્સ વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે, તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં વધારાના ઓરડાઓની વ્યવસ્થા પણ આ હેતુસર કરવામાં આવશે.
રાજ્યની કોલેજો અને યુનિર્વસિટીઝમાં તા. ૧પ એપ્રિલથી ૧૬ મે સુધી એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે કોલેજો-યુનિર્વસિટીઓની પરિક્ષા બાબતે હવે પછી યુ.જી.સી.ના પરામર્શમાં રહીને નિર્ણય કરવામાં આવશે. આગામી વર્ષના શૈક્ષણિક સત્રના વર્ષ માટે પણ યુ.જી.સી.ના પરામર્શમાં રહી નિર્ણય કરાશે

Related posts

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં BAPS દ્વારા કોરોના સંદર્ભે ગાઈડલાઈન જાહેર કરાઈ

Charotar Sandesh

કોરોના અપડેટ : આણંદમાં વધુ એક કેસ સહિત કુલ સંખ્યા ૯ : રાજ્યમાં કુલ પોઝીટીવ દર્દી ૫૩૮ થયા…

Charotar Sandesh

કોરોના કેર વચ્ચે દિવાળીમાં માવા, ડ્રાયફ્રૂટની મીઠાઈની માગમાં વધારો…

Charotar Sandesh