Charotar Sandesh
ગુજરાત

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં BAPS દ્વારા કોરોના સંદર્ભે ગાઈડલાઈન જાહેર કરાઈ

માસ્ક ફરજિયાત

માસ્ક ફરજિયાત અને સોશિયલ ડિસ્ટન્સ રાખી મહોત્સવનો લાભ લેવા અપીલ

અમદાવાદ : ચીન સહિતના દેશોમાં વધી રહેલ કોરોના કેસોને ધ્યાને લઈ જાહેર જનહિત માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધારનાર શ્રદ્ધાળુઓ માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક ગાઈડ લાઈન જાહેર કરાઈ જેનો અમલ ૨૬ ડિસેમ્બર સોમવારથી કરાશે.

શ્રદ્ધાળુઓ સાથે આ મહોત્સવની સેવામાં જોડાયેલ તમામ સ્વયંસેવકો અવશ્ય માસ્ક પહેરશે, સાથે સાથે મહોત્સવની દર્શન-યાત્રાએ પધારનાર સર્વે દર્શનાર્થીઓને પણ માસ્ક અવશ્ય પહેરવા વિનંતી કરવામાં આવી છે અને પ્રવેશ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે.

મહોત્સવ મહદ અંશે વિશાળ અને ખુલ્લા વાતાવરણમાં છે, આથી સોશિયલ ડિસ્ટન્સ રાખીને મહોત્સવનો લાભ લેવો

એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું. શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનાર વ્યક્તિએ મહોત્સવમાં ન જ આવવું. મોટી ઉંમર અને નાજુક સ્વાસ્થ્ય કે કો-મોર્બિડ લક્ષણ હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, કિડની ડિસીઝ વગેરે ધરાવતી વ્યક્તિઓએ ભીડમાં આવવાનું ટાળવું. નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ રાખવો. હવે પછી વિદેશથી મહોત્સવમાં આવનાર ભક્તોએ અવશ્ય કોરોના ટેસ્ટ કરાવવો અને તબીબોની સલાહ લેવી. મહોત્સવમાં ઠેર-ઠેર સ્વચ્છ ટોઈલેટ બ્લોક્સ રાખવામાં આવ્યા છે, ત્યાં સાબુ અને હેન્ડ સેનિટાઈઝર રાખવામાં આવ્યા છે, તેનો ઉપયોગ કરવો અને પોતાના હાથ સમયે-સમયે સ્વચ્છ રાખવા.

આગામી સમયમાં કેન્દ્ર સરકાર તથા જાહેર સ્વાસ્થ્ય સંસ્થાઓની ગાઈડ લાઈન અનુસાર જાહેર જનહિત માટે જે તે સમયે જરૂરી પગલાં લેવાશે.

Other News : કોરોનાના નવા વેરિએન્ટને લઈ આ પાંચ દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો

Related posts

અરવલ્લીમાં ચૂંટણી બહિષ્કારનો એક મુદ્દો : ‘ઈન્ટરનેટની સ્પીડ નહીં તો વૉટ નહી’

Charotar Sandesh

ગુજરાતમાં સૌથી વધુ રિકવરી રેટમાં વલસાડ ટોપ પર અને અમદાવાદ ૨૪મા નંબરે…

Charotar Sandesh

ધોરણ ૧૦ની પુરક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર : ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓમાંથી જુઓ કેટલા થયા પાસ, રાજ્યનું ૨૪.૭૨ ટકા પરિણામ

Charotar Sandesh