વડાપ્રધાને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બ્યૂગલ ફૂંક્યું…
મમતા દીદી પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું, બંગાળમાં મા દૂર્ગાની પૂજા કરવાથી લોકોને રોકવામાં આવે છે, બંગાળને ટોળામુક્ત અને રોજગારયુક્ત બનાવીશું…
હુગલી : પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મેના મહિનામાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે. ચૂંટણી તૈયારીઓને લઇને ભારતીય જનતા પાર્ટીએ કમર કસી લીધી છે. પ્રધાનમંત્રી મોદી સોમવારના એકવાર ફરી પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા હતા. તેઓ બંગાળના હુગલીમાં જનસભા સંબોધિત કરવાની સાથે કોલકાતા મેટ્રોના વિસ્તારનું ઉદ્ઘાટન કરશે. એક મહિનાની અંદર પીએમ મોદીનો આ ત્રીજો બંગાળ પ્રવાસ છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આધુનિક હાઇવે, આધુનિક રેલવે, આધુનિક એરવે, આ દેશોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરે, આ દેશોને આધુનિક બનાવવામાં મદદ કરી, ત્યાં આ એક પ્રકારથી પરિવર્તનનું મોટું કારણ બન્યું. આપણા દેશમાં પણ આ કામ દશકાઓ પહેલા થવું જોઇતુ હતુ, પરંતુ ના થયું.
તેમણે કહ્યું કે, દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ વિકાસના દરેક પાસાઓ માટે મૂળભૂત આવશ્યક્તા હોય છે. આ કારણે પશ્ચિમ બંગાળમાં પણ કનેક્ટિવિટીથી જોડાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ટર ભારત સરકારની પ્રાથમિકતા છે. પીએમ મોદીએ કહ્યું કે, “ગત વર્ષોમાં હાઇવે, રેલવે અને વોટર વે દરેક પ્રકારની કનેક્ટિવિટી પર ફોકસ કરવામાં આવ્યું છે. બંગાળમાં પણ હજારો કરોડ રૂપિયા રોકાણ કરવામાં આવ્યું છે. બંગાળમાં વીજળીકરણનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. રેલવેને લઇને બંગાળમાં સંભાવનાઓના નવા દ્વાર ખુલી રહ્યા છે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજના પશ્ચિમ બંગાળમાં ભાડે બિલ્ડિંગ પણ લેવી હોય તો કટ લાગે છે. આ એવી બદમાશી કરી રહ્યા છે કે બંને તરફથી કટ લે છે. સિન્ડિકેટની પરવાનગી વગર ભાડે બિલ્ડિંગ પણ ના લઇ શકો. આ સ્થિતિને પશ્ચિમ બંગાળ વિશે બનાવવામાં આવેલી આ ધારણાને આપણે સાથે મળીને બદલવાની છે. આ કારણે અહીં પરિવર્તન લાવવાનું છે, કમળ ખિલવવાનું છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે હું બંગાળના લોકોને એ વિશ્વાસ આપું છું, જ્યારે બંગાળમાં ભાજપની સરકાર બનશે તો દરેક બંગાળવાસી પોતાની સંસ્કૃતિનું ગૌરવગાન કરી શકશે. કોઈ તેને ડરાવી નહીં શકે, દબાવી નહીં શકે. ભાજપ એ સોનાર બાંગ્લાના નિર્માણ માટે કામ કરશે, જેમાં અહીંનો ઇતિહાસ, અહીંની સંસ્કૃતિ દિવસે-દિવસે મજબૂત થશે.
પીએમ મોદીએ કહ્યું કે, મા-માટી-માનુષની વાત કરનારા લોકો, બંગાળના વિકાસની સામે દીવાલ બનીને ઉભા છે. કેન્દ્ર સરકાર ખેડૂતો અને ગરીબોના હકના પૈસા સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવે છે, જ્યારે બંગાળ કેન્દ્ર સરકારની યોજનાઓના પૈસા ટીએમસીના તોડબાજોની સહમતિ વગર ગરીબો સુધી પહોંચી જ નથી શકતા. પીએમ મોદીએ કહ્યું કે, મને આશ્ચર્ય છે કે આટલા વર્ષોમાં અહીં જેટલી સરકારો અહીં રહી છે, તેમણે આ સંપૂર્ણ ક્ષેત્રને પોતાના હાલ પર છોડી દીધું. અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધરોહરને બેહાલ થવા દીધું. એ વંદે માતરમ જેણે આઝાદીની લડાઈમાં નવા પ્રાણ ફૂંક્યા, આપણા ક્રાંતિવીરોને નવી તાકાત આપી, માતૂભૂમિને સુજલામ-સુફલામ બનાવવા માટે પ્રેરિત કર્યા.
મેટ્રો રેલના ઉત્તર-દક્ષિણ લાઇનના વિસ્તરણ બાદ નિયમિત મુસાફરો ઉપરાંત દક્ષિણેશ્વર કાલી મંદિરના દર્શનના ઇચ્છુક શ્રદ્ધાળુઓને ઝડપથી વધારે પ્રદુષણ મુક્ત યાત્રા કરવાની સુવિધા મળશે. મેટ્રો અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણની તરફ કવિ સુભાષ સ્ટેશનના યાત્રીઓને દક્ષિણેશ્વર સુધીની ૩૧ કિલોમીટરથી વધારેનું અંતર નક્કી કરવામાં હવે ફક્ત એક કલાકથી વધારે સમય લાગશે. ત્યારબાદ પ્રધાનમંત્રી હુગલીના ડનલપ મેદાનમાં જનસભાને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે હુગલી વિસ્તારમાં ગત લોકસભા ચૂંટણીમાં બીજેપીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. બીજેપીને લૉકેટ ચેટર્જીએ અહીંથી જીત મેળવી હતી.