Charotar Sandesh
ઈન્ડિયા

લોકો સાવચેતી રાખે, આપણે ત્રીજી લહેરના દરવાજે ઉભા છીએ : પીએમ મોદી

ત્રીજી લહેર
વડાપ્રધાને છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના અંગે બેઠક કરી
ટેસ્ટેડ અને પ્રૂવન મેથડનો ઉપયોગ કરવો જોઇએ
યુરોપમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, આ આપણા માટે ચેતવણી

ન્યુ દિલ્હી : કોરોનાની ત્રીજી લહેરની આશંકા પહેલા કેન્દ્ર સરકાર સતત રાજ્યોના સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમીક્ષા બેઠક કરીને સ્થિતિનો તકાજો મેળવી રહ્યા છે. તેના અનુસંધાને શુક્રવારે વડાપ્રધાન મોદીએ ૬ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ રાજ્યોમાં તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલા આશરે ૮૦ ટકા રાજ્યો મીટિંગમાં સામેલ છે એ ૬ રાજ્યોમાંથી જ નોંધાયા
વડાપ્રધાને આપ્યો નવો મંત્ર, ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકા પર ભાર મુકવા અપીલ

વડાપ્રધાને જણાવ્યું કે, કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. યુરોપના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જે આપણા માટે ચિંતાજનક વાત છે. લાંબા સમય સુધી કોરોના રહે તેનાથી નવા વેરિએન્ટનું જોખમ વધી જાય છે. આ સંજોગોમાં આપણે તેનાથી બચવું જોઈએ. આપણે ત્રીજી લહેરની સાવ પાસે ઉભા છીએ માટે સતર્ક રહેવું જોઈએ.

બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, જો સ્થિતિ નિયંત્રિત નહીં થાય તો હાલત બેકાબૂ બની જશે. માટે આપણે અત્યારથી જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવાની જરૂર છે.

વડાપ્રધાને જણાવ્યું કે, તમામ રાજ્ય સરકારોએ સંકટના આ સમયમાં એક બીજા પાસેથી શીખવાનો પ્રયત્ન કર્યો છે. વડાપ્રધાને ગત સપ્તાહે પૂર્વોત્તરના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, બીજી લહેર દરમિયાન કેટલાક રાજ્યોએ લોકડાઉન ન કર્યું પરંતુ માઈક્રો કન્ટેનમેન્ટ પર વધુ ધ્યાન આપ્યું જેથી તેઓ સ્થિતિ સંભાળવામાં સફળ રહ્યા.

Other News : ધાર્મિક ભાવનાઓ પછી, જીવવાનો અધિકાર સૌથી ઉપર : સુપ્રિમ કોર્ટ

Related posts

‘જવાની જાનેમન’ જૂનમાં ફ્લોર પર જશે

Charotar Sandesh

મહારાષ્ટ્ર સહિત દેશમાં કોરોના અનસ્ટોપેબલ : છેલ્લા ૨૪ કલાકમાં ૫૬,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા…

Charotar Sandesh

ભૂખમરામાં ભારત પાકિસ્તાન અને નેપાળ કરતા પાછળ..!

Charotar Sandesh