જયપુરમાં ગેહલોતે મિડિયા સમક્ષ ધારાસભ્યોની પરેડ કરાવી,૧૦૯ના સમર્થનનો દાવો…
રાજસ્થાનની લડાઈ રોકવા પ્રિયંકા ગાંધી મેદાનમાં, ગેહલોત-પાયલટને સમજાવવાનો પ્રયત્ન, પાયલોટે તેમના ચાર ધારાસભ્યોને મંત્રી બનાવવા માંગ કરી સાથે ગૃહ અને નાણાં ખાતુ પણ માંગ્યુ, પ્રદેશ પ્રમુખની પણ માંગ…
જયપુર : રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકાર બચતી દેખાય રહી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે સરકાર અને પક્ષથી નારાજ યુવા નેતા અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ દ્વારા સરકારને ઉથલાવવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યાં છે અને પક્ષના નેતા પ્રિંયકા ગાંધીએ દરમ્યાનગીરીને સમગ્ર મામલો હાથ લઇને પાયલટની નારાજગી દૂર કરવાના પ્રયાસો હાથ ધરતાં સવારે પક્ષના કાર્યાલયમાંથી દૂર કરાયેલા પાયલટના ફોટા બેનરો ફરી લાગી ગયા હતા. ગેહલોતે બોલાવેલી ધારાસભ્યોની બેઠકમાં ૧૦૦ કરતાં વધારે ધારાસભ્યો હાજર રહ્યાં હતા અને મુખ્યમંત્રીએ આ ધારાસભ્યોની મિડિયા સમક્ષ પરેડ કરાવીને એક રીતે શક્તિપ્રદર્શન યોજીને પાયલટને તેમણે જીતની નિશાની વી ફોર વિકટરી દર્શાવીને જવાબ આપ્યો હતો. સચિનનો દાવો હતો કે તેમની પાસે ૩૦ કરતાં વધારે ધારાસભ્યો છે, એ દાવો ખોટો સાબિત થઇ રહ્યો છે. અને હવે જ્યારે તેઓ પક્ષમાં અને પ્રજામાં ઉઘાડા પડી ગયા છે અને મધ્યપ્રદેશમાં જેમ કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના જ પક્ષની કમલનાથની સરકાર ઉથલાવી તેમ તેઓ પણ રાજસ્થાનમાં પોતાના જ પક્ષની સરકાર ઉથલાવવા માંગે છે એ ખુલ્લુ પડી ગયું હતું. જો કે તેઓ પક્ષમાં જ રહે અને તેમની નારાજગી દૂર કરીને મંત્રીમંડળમાં તેમના ટેકેદારોને વધુ સ્થાન આપવાના પ્રયાસો થઇ સકે તેમ છે. એક રીતે જોતાં રાજસ્થાનમાં મધ્યપ્રદેશવાળી થતાં થતાં રહી ગઇ છે. અને હાલમાં ગેહલોત પોતાની સરકાર બચાવવામાં સફળ થયા છે. જો કે પાયલટ માની જાય છે કે શું કરે છે, તેના ઉપર પણ પક્ષની નજર રહેશે એમ રાજકિય સૂત્રોએ જણાવ્યું હતું.
આ દરમિયાન, સચિન પાયલોટ સાથે વાટાઘાટની ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવી હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયાં છે. ત્યારે હવે પક્ષના પીઢ નેતા રાજીવ સાતવ કેન્દ્રીય નેતૃત્વ વતી જયપુર પહોંચશે અને સચિન પાયલોટ સાથે આ મુદ્દે ચર્ચા કરશે.
જો સૂત્રોનું માનીએ તો સચિન પાયલોટ તેમના ચાર ધારાસભ્યોને મંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. આ સાથે જ, સચિન પાયલોટને ફાઇનાન્સ અને ગૃહ મંત્રાલય આપવામાં આવે અને પ્રદેશ પ્રમુખનું પદ પણ તેમની સાથે રહેવું જોઈએ તેવી માગ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી ખુદ આ મામલે સક્રિય છે અને અશોક ગેહલોટ-સચિન પાયલોટ સાથે વાત કરી રહી છે. જેથી મામલો ઉકેલી શકાય.
કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા દ્વારા સચિન પાયલટને મનાવવાનો આખરી પ્રયાસ કરવા માટે આવ્યોછે. સચિન પાયલટના બેઠકમાં ભાગ લેવા આવવા અને મતભેદોનું સમાધાન કરવા સમજાવવામાં આવ્યા હતા. જોકે, સચિન પાયલોટ ટસના મસ ન થયા અને જવાબ આપ્યો કે તેઓ જયપુર નહિ આવે. ત્યારે હવે સચિન પાયલોટને મનાવવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ મેદાને પડ્યું છે.
મળતી માહિતી મુજબ, સચિન પાઇલટે સમાધાન માટેની ફોર્મ્યુલા આગળ કરી છે, સચિન પાયલટનો સંદેશ લઈને કોંગ્રેસી નેતા જયપુર આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સચિન પાયલટે નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલયની માંગ કરી છે. સચિન પાયલટની માંગો લઈને કેન્દ્રીય નેતૃત્વ તરફથી રાજીવ સાટવ જયપુર આવી રહ્યા છે.