Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૧ જાન્યુઆરીથી બાળકોની રસી માટે રજિસ્ટ્રેશન કરી શકાશે, જાણો વિગત

બાળકોની રસી

નવીદિલ્હી : ભારત પહેલા પણ ઘણા દેશોએ બાળકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. જોકે વય મર્યાદા ભારતથી અલગ રાખવામાં આવી છે. યુકેમાં ૧૨-૧૫ વર્ષના, ડેનમાર્કમાં ૧૨-૧૫ વર્ષ, સ્પેનમાં ૧૨-૧૯ વર્ષ, ફ્રાન્સમાં ૧૨-૧૭ વર્ષ, સ્વીડનમાં ૧૨-૧૫ વર્ષ, નોર્વેમાં ૧૨-૧૫ વર્ષ, યુએસ અને કેનેડામાં ૧૨- ૧૭ વર્ષના બાળકો, ઇઝરાયેલમાં ૫-૧૨ વર્ષ, ચીન અને ૩-૧૭ વર્ષનાં બાળકો અને ચિલીમાં ૬ વર્ષથી પણ રસી આપવામાં આવી રહી છે.

ક્યુબામાં આ રસી ૨ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવે છે. હાલ ઓછામાં ઓછા ૪૦ દેશોમાં બાળકોને રસી આપવામાં આવી રહી છે. કેટલાક દેશોમાંઓછામાં ઓછા ૧૨ વર્ષની ઉંમરના બાળકોને રસી આપવામાં આવી રહી છે. જ્યારે ભારતમાં આ મર્યાદા ૧૫ વર્ષની છે.

WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વેક્સિન ન લીધેલા બાળકોને કોરોના ચેપનું જોખમ અન્ય લોકો જેટલું જ છે.

COWIN પ્લેટફોર્મ ચીફ ડૉ. આરએસ શર્માએ જણાવ્યુ કે, ૧૫-૧૮ વર્ષની વય જૂથના બાળકો ૧ જાન્યુઆરીથી કોવિન એપ્લિકેશન પર નોંધણી કરી શકશે. ઉપરાંત રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓ માટે આઈડી કાર્ડનો વિકલ્પ ઉમેર્યો છે. જેથી વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ કે અન્ય ઓળખ કાર્ડ ન હોય તો આ વિકલ્પ તેના માટે ઉપયોગી સાબિત થશે.

દેશને સંબોધિત કરતા PM નરેન્દ્ર મોદીએ ૧૫ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી અને વરિષ્ઠ નાગરિકો માટે રસીના બૂસ્ટર ડોઝ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.તમને જણાવી દઈએ કે, ૩ જાન્યઆરીથી બાળકોનુ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.

Other News : રાજ્યમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, શરદી-ઉધરસ જેવા કેસોમાં વધારો

Related posts

ફ્રાન્સની કંપની પાસે રાફેલ સોદામાં ૬૫ કરોડની લાંચ અપાઈનો ધડાકો

Charotar Sandesh

અનલોક-૨ની તૈયારી : ઇન્ટરનેશનલ ફ્લાઇટને મંજૂરી અપાય તેવી શક્યતા…

Charotar Sandesh

સાવધાન : દેશમાં એક જ દિવસમાં કોરોના કેસોમાં ૧૪ હજારનો વધારો

Charotar Sandesh