Charotar Sandesh
ગુજરાત

બીઆરટીએસ અકસ્માત : બેટરીથી ચાલતી બસોમાં પાતળું પતરું ફિટ કરી દેવાયાની આશંકા…

અમદાવાદ : અખબારનગર અંડરબ્રિજમાં બીઆરટીએસ બસનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરની બેદરકારીથી બસ અંડરબ્રિજની ઉપરના બ્રિજના પિલરની દીવાલ સાથે અથડાઈ હતી. જોકે દીવાલ સાથે બસ અથડાતાંની સાથે જ બસ ડ્રાઇવરની કેબિનની વચ્ચેથી ૭ ફૂટ ચિરાઈને દીવાલમાં ઘૂસી ગઈ હતી, જેમાં ડ્રાઇવર રમેશ મકવાણા અને સુપરવાઈઝર ચરણ ગેહલોત ઈજાગ્રસ્ત થયા હતા. સદનસીબે બસમાં એકપણ પેસેન્જર ન હતા.
આ બસ બહાર કાઢવા માટે ક્રેન અને જેસીબી મશીનની મદદ લેવી પડી હતી. પોલીસનું કહેવું છે કે બસની એવરેજ વધારવા બોડીનું પતરું પાતળું કરી દેવાયું છે જેને કારણે બસ ચિરાઈને દીવાલમાં ઘૂસી ગઈ હતી. બી-ડિવિઝનના ઈન્ચાર્જ પીઆઈ ટ્રાફિક-પોલીસ સ્ટેશન એફ.એમ. નાયાબના જણાવ્યા અનુસાર, ડ્રાઇવર અને સુપરવાઈઝર બંનેને શરીરે સામાન્ય ફ્રેકચર થયાં છે, જેની સારવાર ચાલી રહી છે. જોકે આ અકસ્માત વિશે બંનેને પૂછતાં બસમાં કોઇપણ પ્રકારની ટેક્નિકલ ખામી સર્જાઈ ન હતી.
ફક્ત ડ્રાઇવર રમેશ મકવાણાની બેદરકારીને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે એસટીની બસ કે જૂની એએમટીએસની બસનો અકસ્માત થયો હોત તો આટલું બધું નુકસાન થયું ન હોત. એ બસોમાં પતરું બહુ જ મજબૂત વાપરવામાં આવે છે. બીઆરટીએસની બેટરીથી ચાલતી આ બસોની એવરેજ વધારે મળે એ માટે બસનું વજન ઘટાડી દેવાયું છે.

Related posts

અમદાવાદ લૉકડાઉનમાં બે ઝોનમાં ખૂન, મારામારી જેવા ગુના બન્યા : પોલીસ કમિશનર આશિષ ભાટિયા

Charotar Sandesh

ગુજરાત ચુંટણીમાં ભાજપના કન્ફર્મ ઉમેદવારોની સંભવિત યાદી, ફક્ત સત્તાવાર જાહેરાત બાકી, જુઓ

Charotar Sandesh

કોંગ્રેસે ઉમેદવારો ઉભા ન રાખતા ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ જીત્યા…

Charotar Sandesh