Charotar Sandesh
સ્પોર્ટ્સ

બીસીસીઆઇએ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીને એક સપ્તાહ પહેલા શરુ કરવા ઇસીબીને અનુરોધ કર્યો…

ન્યુ દિલ્હી : આગામી જૂન માસની શરુઆતે ભારતીય ટીમ ઇંગ્લેંડના પ્રવાસ માટે જનારી છે. આ પ્રવાસ દરમ્યાન ટીમ પહેલા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ અને ત્યારબાદ ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમશે.
જોકે આ બંને વચ્ચે વચ્ચે ખૂબ લાંબો સમય ગાળો છે. જેને લઇને હવે મ્ઝ્રઝ્રૈં એ ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સમક્ષ ટેસ્ટ શ્રેણીને એક સપ્તાહ પહેલા શરુ કરવા માટે અનુરોધ કર્યો છે. જેથી બીસીસીઆઇ એ ૈંઁન્ ૨૦૨૧ ની બાકી રહેલી મેચોને પુરી કરવા માટે આયોજન ઘડી શકે.
જોકે બીસીસીઆઇ એ આ મામલે હજુ અધિકારીક રીતે કોઇ જાણકારી જાહેર કરી નથી. જોકે ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન અને પ્રસિદ્ધ ક્રિકેટ લેખક માઇકલ એથરટને એક લેખમાં બતાવ્યુ છે. રિપોર્ટ મુજબ સ્થગિત થયેલી આઇપીએલને પૂરી કરવા માટે ઇસીબી સમક્ષ ટેસ્ટ સિરીઝને, તેના નિયત સમય કરતા એક સપ્તાહ અગાઉ શરુ કરવાની સંભાવના વિશે પુછવામાં આવ્યુ છે.
મીડિયા રિપોર્ટસ મુજબ સંબંધીત બોર્ડ વચ્ચે અનઔપચારિક ચર્ચા થઇ છે. કારણ કે કોરોના મહામારીને લઇને ક્રિકેટ કાર્યક્રમ ખૂબ જ પ્રભાવિત થયા છે. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામેની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ મેચ બાદ છ સપ્તાહ માટેનો અંતરાલ ગાળશે. ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલ મેચ ૧૮ થી ૨૨ જૂન વચ્ચે રમાનારી છે.
ઇંગ્લેંડ સામે ભારતીય ટીમ પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચ નોટીંગધમ ૪ થી ૮ ઓગષ્ટ વચ્ચે રમશે. ત્યાર બાદ લોર્ડઝમાં બીજી ટેસ્ટ ૧૨ થી ૧૬ ઓગષ્ટ વચ્ચે રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ લોર્ડઝ માં ૨૫ થી ૨૯ વચ્ચે રમાશે. ઓવલમાં ચોથી ટેસ્ટ મેચ બીજી થી છ સપ્ટેમ્બર દરમ્યાન રમાશે. તેમજ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ માંચેસ્ટરમાં ૧૦ થી ૧૪ સપ્ટેમ્બર દરમ્યાન રમાશે.

Related posts

ઓલિમ્પિક બાદ ટોક્યોમાં વધ્યા કોરોનાના કેસ, કુલ ૨૮૪૮ સંક્રમિત નોંધાયા

Charotar Sandesh

કોરોના વાયરસ સામે લડવા ગૌતમ ગંભીરે ૫૦ લાખના ફંડની જાહેરાત કરી…

Charotar Sandesh

ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો : પોઇન્ટ ટેબલમાં ફરી ટોપ પર…

Charotar Sandesh