Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઓલિમ્પિક બાદ ટોક્યોમાં વધ્યા કોરોનાના કેસ, કુલ ૨૮૪૮ સંક્રમિત નોંધાયા

કોરોના સંક્રમણ

ટોક્યો : તમામ વિરોધ અને આશંકાઓ હોવા છતાં ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ રમતની શરુઆત થઇ ચૂકી છે અને ઝડપથી મુકાબલા આગળ વધી રહ્યા છે. આ સાથે વધી રહ્યા છે કોરોના સંક્રમણના કેસ. જાપાનની રાજધાનીમાં વિશ્વના સૌથી મોટા રમત કાર્યક્રમની શરુઆત બાદ મહામારીના કેસમાં તેજી દેખાઇ રહી છે.

મંગળવારે ટોક્યોમાં છેલ્લા ૭ મહીનામાં એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે રાજધાનીમાં મંગળવારે સંક્રમણના ૨૮૪૮ કેસ નોંધાયા છે. જે આ વર્ષે સાત જાન્યુઆરી બાદ સૌથી વધારે છે. સાત જાન્યુઆરીએ ૨૫૨૦ કેસ હતા. જો કે રમતો અંદર વધારે કેસ હજી નથી આવ્યા. જો કે જાપાનના પ્રધાનમંત્રીએ વિશ્વાસ અપાવ્યો, આ કેસ હોવા છતા ચિંતાની કોઇ વાત નથી.

જાપાનમાં ૨૧ જુલાઇથી ઓલિમ્પિક રમતોની શરુઆત થઇ ગઇ છે. જ્યારે ૨૩ જુલાઇએ ઉદ્ધાટન સમારંભ બાદ વિધિવત રીતે ૨૪ જુલાઇથી રમતોની શરુઆત થઇ હતી. કોરોના વાયરસ સંક્રમણના કારણે પહેલા જ એક વર્ષ મોડા ઓલિમ્પિક રમતોનુ આયોજન કરવામાં આવ્યુ છે. દેશમાં જ વિરોધ થઇ રહ્યો છે. ટોક્યો ૨૦૨૦ માટે જાપનમાં લગભગ ૨૦૦ દેશોના ૧૦ હજાર એથ્લીટ પહોંચ્યા છે.

જો કે ટોક્યો સિવાય અન્ય શહેરોમાં થઇ રહેલી રમતમાં ભાગ લઇ રહ્યા છે. મહામારીથી બચવા માટે જાપાન સરકાર અને આયોજન સમિતિએ ફેન્સ વગર જ ઓલિમ્પિક રમતોના આયોજનનો નિર્ણય લીધો હતો સાથે જ રાજધાનીમાં ઇમરજન્સીની સ્થિતિ લાગુ કરવામાં આવી છે.

રાજધાનીમાં કેસ વધી રહ્યા હોવા છતાં પ્રધાનમંત્રી યોશીહિદે સુગા રમતોને લઇ વધારે ચિંતિત નથી. તેમણે રમતોને સ્થગિત કરવાના વિકલ્પને બરતરફ કરી દીધો. આ બાબતે જ્યારે તેમને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ આમાં કોઇ ચિંતાની વાત નથી. રમતો શરુ થઇ તે બાદ લોકો ઓછી યાત્રા કરી રહ્યા છે. સરકારના અનુરોધના કારણે તેઓ ઘરેથી કામ કરી રહ્યા છે.

જાપાનના આરોગ્ય મંત્રી નોરિહિસા તમુરાએ કોરોના વાયરસના કેસમાં ઉછાળ વિશે પૂછતા જણાવ્યુ કે આ કોઇ આશ્ચર્યની વાત નથી. તેમણે કહ્યુ ડેલ્ટા પ્રકારના કારણે કોરોના સંક્રમણના વૈશ્વિક ફેલાવાને ધ્યાને રાખતા પહેલા અનુમાન હતુ. તમુરાએ કેસમાં ઉછાળ માટે આપાતકાળની સ્થિતિમાં પ્રતિબંધ હોવા છતા દારુ પીરસનારા બાર અને રેસ્ટોરન્ટને દોષી ઠેરવ્યા.

Other News : કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ : ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટી-૨૦ રદ્દ

Related posts

ફિફાના રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ ૧૦૯મા સ્થાને, બેલ્જિયમ મોખરે…

Charotar Sandesh

રહાણે કેપ્ટનશીપ સંભાળશે, પરંતુ તેનાથી તેના પર વધારાનું દબાણ આવશેઃ પોન્ટિંગ

Charotar Sandesh

દર્શકો વગર થઇ શકે છે જુલાઈમાં આઇપીએલ-૨૦૨૦ નું આયોજન…

Charotar Sandesh