Charotar Sandesh
બોલિવૂડ

ભણસાલીની આગામી ફિલ્મમાં સાથે નજર આવી શકે છે રણબીર-દીપિકાની જોડી…

મુંબઇ : રણબીર કપૂર અને દીપિકા પદુકોણનો પ્રેમ લાંબા સમયથી ચાલ્યો નહીં. પરંતુ રૂપેરી પડદે આ જોડીને પસંદ કરવામાં આવે છે. તેથી જ નિર્માતા-દિગ્દર્શકો આ જોડીનો ફાયદો ઉઠાવાના પ્રયાસ કરતા હોય છે. મીડિયા રિપોર્ટના અનુસાર, સંજય લીલા ભણશાલી પોતાની આગામી ફિલ્મમાં રણબીર કપૂર અને દીપિકા પદુકોણને કાસ્ટ કરવાનો છે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, લોકડાઉન પુરુ થતાં જ ભણસાલી ફિલ્મ અભિનેતા રણબીર કપૂર અને દીપિકા પદુકોણને લઇને એક રસપ્રદ ઘોષણા કરવાના છે. લોકડાઉન પહેલા ભણશાલીની રણબીર-દીપિકા સાથે વાતચીત થઇ શકી ન હોવાથી વાત આગળ વધી શકી નહોતી. જોકે ભણશાલીએ આ વાતની પુષ્ટિ કરી નથી. કહેવાય છે કે, આવનારા દિવસોમાં ભણશાલી લોકોને આ ખુશખબરી જણાવશે.

જો આમ થશે તો દીપિતાની ભણસાલી સાથેની આ ચોથી ફિલ્મ હશે. આ પહેલા બન્નેએ રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદમાવતીમાં સાથે કામ કર્યું છે. આ ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ટ કર્યા હતા. જ્યારે રણબીરે ભણશાલીની ફિલ્મ સાંવરિયાથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યુ છે. હાલ ભણશાલી પોતાની આવનારી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ માટે તેણે તૈયાર કરેલો સેટ તોડી નાખવામાં આવશે તેવી ચર્ચા થઇ રહી છે.

Related posts

યામી ગૌતમના લગ્ન પછી પહેલો ફોટો આવ્યો સામે, નવી નવેલી દુલ્હનના પરિધાનમાં જોવા મળી…

Charotar Sandesh

સ્વર કોકિલા ભારતરત્ન લતા મંગેશકરનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો

Charotar Sandesh

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની હાલત સ્થિર : હેલ્થ અપડેટ

Charotar Sandesh