Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

સ્વર કોકિલા ભારતરત્ન લતા મંગેશકરનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો

લતા મંગેશકર

મુંબઈ : આજે સુર સમ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના સામેની લડાઈ હારી ગયાં અને દુનિયાને અલવિદા કહી દીધું. આજે સવારે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે

લતા મંગેશકરને ૮ જાન્યુઆરીએ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારથી તેઓ હોસ્પિટલમાં હતાં. પરંતુ ૬ ફેબ્રુઆરીએ લતા મંગેશકરે આ દુનિયાથી વિદાય લીધી છે. મુંબઈના શિવાજી પાર્ક મેદાન ખાતે તેમના પાર્થિવ દેહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંત્યેષ્ઠિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, શાહરુખ ખાન, સચિન તેંડુલકર, શંકર મહાદેવન, જાવેદ અખ્તર, રણબીર કપૂર સહિતની હસ્તીઓ હાજર રહી હતી.

Other News : ભારતનો સુર અનંતમાં વિલીન : 92 વર્ષની વયે લતા મંગેશકરે લીધા અંતિમ શ્વાસ, દેશભરમાં શોકનો માહોલ

Related posts

મધ્યપ્રદેશમાં પેટ્રોલ સૌથી મોઘું ૧૧૨.૩૬ રૂપિયા પ્રતિ લિટર, અનેક રાજ્યોમાં ભાવ ૧૦૦ને પાર

Charotar Sandesh

અજય દેવગણે રામસે બ્રધર્સ બાયોપિકના રાઇટ્‌સ ખરીદ્યા…

Charotar Sandesh

અયોધ્યા વિવાદ ઃ સુપ્રીમે મધ્યસ્થતા સમિતિને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

Charotar Sandesh