આઠેય બેઠકો પર કોંગ્રેસ જીતશે : અમિત ચાવડા
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ૩ નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણીઓ માટે મતદાન થશે અને ૧૦ નવેમ્બરે મતગણતરી થશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠકોની પેટાચૂંટણીઓ માટે ૯થી ૧૬ ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાનો ફોર્મ ભરી શકશે. ૦૯ ઓક્ટોબરે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ગુજરાતમાં આજથી આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે.
આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં પેટાચૂંટણી અંગે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. આ સાથે જ નીતિન પટેલે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે, કોંગ્રેસમાં ધારાસભ્યોની અવગણના કરવામાં આવે છે અને તેમના નેતૃત્વથી નારાજ થઈ કોંગી સ્ન્છ રાજીનામા આપી રહ્યા છે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો કે, અમે તથા પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં લોકોની સેવા કરી કરી રહ્યા છીએ માટે ભાજપ તમામ ૮ બેઠકો પર જીત મેળવશે.
આ સાથે પ્રેસ કોન્ફરન્સમાં નીતિન પટેલે એ વાતનો પણ ઉલ્લેખ કર્યે કે, રાજ્ય સરકારે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે. અના આ પેકેજનો લાભ પેટાચૂંટણી વાળા વિસ્તારમાં પણ મળશે. અમે લોકોને જરૂર પડી ત્યારે લોકોને લાભ આપ્યો છે.
બીજી બાજુ પેટાચૂંટણીની જાહેરાતને કોંગ્રેસે આવકારી છે. ચાવડાએ જણાવ્યું છે કે આઠેય બેઠકો પર કોંગ્રેસ જીતશે.ચાવડાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગુજરાતમાં પેટાચૂંટણીઓ માટે ભાજપ જવાબદાર છે. પરંતુ પક્ષપલટુઓને આ વખતે પ્રજા જાકારો આપશે. હાલ કોંગ્રેસમાં આઠેય બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલું છે.