Charotar Sandesh
ગુજરાત

કોંગ્રેસ તા.૧૫ ઓકટો. સુધી કોવિડ-૧૯ ન્યાય યાત્રા યોજશે

કોવિડ ૧૯ ન્યાયયાત્રા (covid-19 nyayyatra)

વડોદરા : વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ઓફિસે શહેર કારોબારીની બેઠક પ્રદેશ ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ દ્વારા વધુ એક વખત સરકારનો વિરોધ કરવા માટે કોવિડ-૧૯ ન્યાયયાત્રા (covid-19 nyayyatra) રાજ્યસ્તરે યોજવાનું નક્કી કરાયું છે.

કોરોના મહામારીના સંક્રમણથી મૃત્યુ પામેલા દરેક મૃતકના પરિવારને રૃા.૪ લાખનું વળતર, દર્દીઓનો સંપૂર્ણ સારવાર ખર્ચની ચુકવણી, કોરોના કાળમાં સરકારી તંત્રની નિષ્ફળતા અને બેદરકારી અંગે ન્યાયિક તપાસ, કોરોના વોરીયરના વારસદારોને કાયમી નોકરી આપવાની માંગણીઓ સાથે કોવિડ-૧૯ ન્યાયયાત્રા (covid-19 nyayyatra)નું તા.૧૫મી ઓકટોબર સુધી યોજાશે.

રાજ્યના દરેક જિલ્લા, શહેર અને તાલુકા દીઠ ’કોંગ્રેસ કોવિડ વોરીયર’ના સંકલનની જવાબદારી સોંપવામાં આવશે.

મહાનગરના સેકટર, નગરપાલિકાના વોર્ડ અને તાલુકા પંચાયતની સીટ દીઠ ’કોંગ્રેસ કોવિડ વોરીયર’ની પસંદગી કરાશે. જેના દ્વારા સ્થાનિક કક્ષાએ દરેક ગામ અને બુથ દીઠ ’કોંગ્રેસ કોવિડ સહાયક’ ની નિમણુક કરવામાં આવશે. કોવિડ-૧૯ ન્યાયયાત્રા (covid-19 nyayyatra)ને દરેક વોર્ડથી બુથ સુધી લઇ જવાશે.

Other News : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, પાટીદાર એટલે ભાજપ

Related posts

એલઆરડી ભરતીને લઈ છોટાઉદેપુર બંધ, આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા…

Charotar Sandesh

તહેવારોમાં દિલ્હી ફ્લાઇટનું ભાડું ૨૦ હજારે પહોંચ્યું, ટ્રેનો હાઉસફુલ

Charotar Sandesh

ગુજરાતમાં આ ગામના બાળકોએ કેમિકલવાળા પાણીમાંથી પસાર થઇ ભણવા જવું પડે છે

Charotar Sandesh