દેશમાં ૨ રસીઓ ફેઝ-૩માં છે, એક ફેઝ ૨માં…
આપણે દર વર્ષે ૭૦છી ૮૦ કરોડ ડોઝ બનાવી શકીએ છીએ…
ન્યુ દિલ્હી : જો બધું જ બરાબર રહ્યું તો ભારતને માર્ચ ૨૦૨૧ સુધીમાં COVID-૧૯ રસી મળી શકે છે. દુનિયાની સૌથી મોટી રસી બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ આ અંગ વાત કરી છે. આ કંપની દેશમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના રસીનું ટ્રાયલ કરી રહી છે.
SIIના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડૉ. સુરેશ જાધવ એ કહ્યું કે ભારતને માર્ચ ૨૦૨૧ સુધીમાં કોવિડ-૧૯ની રસી મળી શકે છે, જો રેગ્યુલેટર્સ ટૂંક સમયમાં અપ્રૂવલ આપે તો. કારણ કે અનેક નિર્માતા આના પર કામ કરી રહ્યા છે. ભારતમાં રિસર્ચ બહુ ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં ૨ રસીઓ ફેઝ-૩ ટ્રાયલમાં છે. એક ફેઝ ૨માં છે અને ભારતમાં આ સિવાય બીજી રસીઓ પર પણ કામ ચાલી રહ્યુ છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ સાયન્ટિસ્ટ ડૉ.સૌમ્યા સ્વામીનાથનના જણાવ્યાનુસાર આવતા વર્ષના બીજા ક્વાર્ટરમાં રસી તૈયાર થઈ જવી જોઈએ. કોઈ પણ ટ્રાયલમાં ઉતર ચઢાવ આવતા હોય છે. તેમણે કહ્યું કે જાન્યુઆરી ૨૦૨૧માં આપણને ફાઈનલ ટ્રાયલના પરિણામ જોવા મળી શકશે અને ૨૦૨૧ના બીજા ક્વાર્ટરમાં SARS-CoV-2ની રસી તૈયાર થઈ જવી જોઈએ.
ડૉ.જાધવે ઈન્ડિયા વેક્સીન અવેલિબિટી ઈ સમિટને સંબોધીત કરતા કહ્યું કે આપણે દર વર્ષે ૭૦ થી ૮૦ કરોડ ડોઝ બનાવી શકીએ છીએ. આપણે ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ૬થી૭ કરોડ ડોઝ તૈયાર કરીશું પરંતુ લાઈસેન્સિંગ ક્લિયરન્સ મળતા તે બજારમાં જોવા મળશે. સરકારની પરવાનગી બાદ ડોઝ તૈયાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર અત્યારથી રસીના સ્ટોરેઝ અને તેના ડિસ્ટ્રીબ્યૂશનની તૈયારીમાં છે. ભારત સરકાર જલ્દી જ કેટલીક રસીને પરવાનગી આપી શકે છે. અલગ અલગ એજ ગ્રુપના હિસાબે અલગ અલગ રસીને મંજૂરી મળી શકે છે. કેમ કે એક રસી એક ખાસ ઉંમરના લોકો પર પણ અસરકારર બને.