Charotar Sandesh
ઈન્ડિયા

ભારતમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં જ ઓમિક્રોનના ૪૮ ટકા કેસો નોંધાયા

ઓમિક્રોન વેરિઅન્ટ

નવીદિલ્હી : નવા વેરિએન્ટ ઓમિક્રોન દેશના ૧૭ રાજ્યોમાં ફેલાયું છે. તેમાંથી ૮ રાજ્યો કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ માટે હોટ સ્પોટ બની રહ્યા છે, પરંતુ આ આઠ રાજ્યોમાં સામેલ દિલ્હી, મહારાષ્ટ્ર કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ માટે સૌથી વધુ સંવેદનશીલ બની ગયા છે.

દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા ઓમિક્રોન ચેપના ૫૭૮ કેસોમાંથી ૪૮% કેસો એકલા દિલ્હી અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે

જેમાં સોમવાર સુધી દિલ્હીમાં ૧૪૨ કેસ સામે આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં સોમવાર સવાર સુધીમાં ૧૪૧ કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાયરસના ૬,૫૩૧ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૭,૧૪૧ કોરોનાથી સ્વસ્થ થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા ૭૫,૮૪૧ છે અને આ રીતે રિકવરી રેટ વધીને ૯૮.૪૦ ટકા થઈ ગયો છે.કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ આ દિવસોમાં વિશ્વના ઘણા દેશોમાં ગભરાટ પેદા કરી રહ્યું છે. તો સાથે જ દેશના ઘણા રાજ્યોમાં ઓમિક્રોનના મામલા સામે આવ્યા છે.

જે અંતર્ગત સોમવારે સવારે દેશના ૧૭ રાજ્યોમાં ઓમિક્રોનના ૫૭૮ દર્દીઓ નોંધાયા હતા, પરંતુ આ ૧૭ રાજ્યોમાંથી દેશના ૮ રાજ્યો ઓમિક્રોન માટે સૌથી વધુ સંવેદનશીલ છે. ઉદાહરણ તરીકે, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યો ઓમિક્રોન વેરિઅન્ટ માટે હોટસ્પોટ બની રહ્યા છે. જેમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના ઓમિક્રોન સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા છે.

દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, પરંતુ આઠ રાજ્યોમાં ઓમિક્રોન ચેપના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ આઠ રાજ્યોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટકનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં દેશના કુલ ઓમિક્રોન સંક્રમિત લોકોના ૯૪ ટકા હિસ્સો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ કોરોના ઓમિક્રોન અપડેટ અનુસાર, સોમવારે સવાર સુધી દેશમાં ૫૭૮ લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા હતા.

Other News : સુશાસન સપ્તાહની ઉજવણી : આણંદ જિલ્‍લામાં ચાર પેટા આરોગ્‍ય કેન્‍દ્રોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Related posts

સતત ૨૧મા દિવસે પેટ્રોલમાં ૨૫ અને ડિઝલમાં ૨૧ પૈસાનો વધારો…

Charotar Sandesh

દેશમાં કોરોનાના કહેર યથાવત્‌ : કુલ ૧૦ના મોત, ૫૦૮ સંક્રમિત…

Charotar Sandesh

ડોલર ઉછળીને નવ મહિનાની ટોચે પહોંચ્યો

Charotar Sandesh