Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત પ્રથમ ઇનિંગ્સમાં ૧૪૫ રનમાં ઓલઆઉટ, સૌથી વધુ રન રોહિતે ફટકાર્યા…

મોદી સ્ટેડિયમમાં સ્પિનરનો પાવર : ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ્સમાં ૮૧ રનમાં સમેટાયું

બીજી ઇનિંગ્સમાં સ્પિનર અક્ષર પટેલે ૫,અશ્વિને ૪ અને સુંદરે ૧ વિકેટ ઝડપી, બંન્ને ઇનિંગ્સમાં અક્ષરે ૧૦ વિકેટ ઝડપી

અમદાવાદ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં ૮૧ રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. આ પહેલા તે પ્રથમ ઈનિંગમાં ૧૧૨ રનનમાં ઓલ આઉટ થયું હતું. ભારત સામે આ ટેસ્ટ મેચ જીતવા માટે ૪૯ રનનો ટાર્ગેટ છે. જો ભારત આજે જીતશે તો આ ૨૨મી મેચ બનશે જેનું પરિણામ બીજા દિવસે આવ્યું હોય.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ ૧૧૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી અક્ષર પટેલે ૬ વિકેટ, અશ્વીને ૩ વિકેટ અને ઈશાંત શર્માએ ૧ વિકેટ લીધી છે. ભારત પોતાની પ્રથમ ઈનિંગમાં ૧૪૫ રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. ભારતને ૩૩ રનની લીડ મળી છે. જો રૂટ અને જેક લીચે તરખાટ મચાવ્યો હતો. જો રૂટે ૫ વિકેટ અને લીચે ૪ વિકેટ ઝડપી હતી. પાંચમાં દિવસથી જેમ બોલ ટર્ન થઈ રહ્યો છે. ૨૧ ટેસ્ટ મેચ એવી રહી છે જે બે દિવસમાં પૂરી થઈ ગઈ છે.
ભારત વતી બીજી ઈનિંગમાં અક્ષર પટેલે ૫ વિકેટ અને અશ્વિને ૪ વિકેટ ઝડપી છે. આ સાથેજ અશ્વિને ટેસ્ટમાં ૪૦૦ વિકેટ પૂરી કરી છે. મુરલીધરન પછી તેણે સૌથી ઝડપી ૪૦૦ વિકેટ લીધી છે.

Related posts

૨૫ ટેસ્ટ સદી પૂરી કરવાના મામલામાં સ્મિથે કોહલીને પાછળ છોડ્યો…

Charotar Sandesh

ગૂગલનાં સીઈઓની ભવિષ્યવાણી…. કહ્યું આ ટીમ રમશે વર્લ્ડકપની ફાઈનલમાં..!

Charotar Sandesh

કંઇ ફર્ક નથી પડતો કે સામે કયો બાલર છેઃ ઋષભ પંત

Charotar Sandesh