Charotar Sandesh
ગુજરાત

મહત્વનો નિર્ણય : ગુજરાતના રિક્ષાચાલકો હવે દેખાશે નવા અવતારમાં, નક્કી કરાયો યુનિફોર્મ…

રાજ્યમાં રીક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે…
ગુજરાત સરકાર અને રીક્ષા ચાલક એસોસિયેશન સાથે યોજેલી એક બેઠક બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો…

ગુજરાતમાં રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે માટે મોટર વાહન અધિનિયમ, 1988 તથા મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે પણ અલગથી યુનિફોર્મ કરવા સરકાર વિચારણા કરી રહી હતી.

આ અંતર્ગત ઓટોરીક્ષા ડ્રાઈવર એસોસિયેશન સાથે એક બેઠક યોજવામાં આવી હતી. વિવિધ બેઠકોના આધારે અને વિચારણાને અંતે ડ્રાઈવર્સ માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબથી હવે ગુજરાતના રીક્ષાચાલકો પહેરેલ કપડાંની ઉપર વાદળી રંગના એપ્રોનને યુનિફોર્મ તરીકે પહેરશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રીક્ષાચાલકો હવે યુનિફોર્મમાં જોવા મળશે. રીક્ષાચાલકોને વાદળી કલરનો એપ્રોન ફરજીયાત પહેરવાનો રહેશે. રીક્ષાલક એસોસિયેશન સાથે બેઠક બાદ સરકારે નિર્ણય કર્યો છે. રીક્ષાચાલક એસોસિએશન અને સરકાર વચ્ચે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Related posts

સરકારી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય કેટલો યોગ્ય…? શિક્ષણ નું સ્તર વધશે કે ઘટશે…?

Charotar Sandesh

પાણી ચોરી મામલે પરેશ પટેલે નહેર ખાતા પર પાયમાલ કરી દેવાના આક્ષેપો કર્યા

Charotar Sandesh

ગુજરાત માટે ગર્વની ક્ષણ : સિંહોની વસ્તીમાં ૨૯%નો થયો વધારો…

Charotar Sandesh