USA : ‘મિસ વર્લ્ડ અમેરિકા વોશિંગટન’ ખિતાબ વિજેતા ઇન્ડિયન અમેરીક્ન સ્ટુડન્ટ 23 વર્ષીય યુવતી શ્રી સૈનીને તાજેતરમાં પેશન વિસ્ટા મેગેઝીન દ્વારા ‘વર્લ્ડ પીસ એવોર્ડ’ એનાયત કરાયો છે. લોસ એંજલ્સ મુકામે યોજાયેલા સમારોહમાં એવોર્ડ સ્વીકારતી વખતે ગદગદિત થયેલી શ્રી સૈનીએ આ માટે પોતાના માતા પિતાની પ્રેરણા તથા હિતેચ્છુઓના સાથ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે સમાજના હિત માટે વિશિષ્ટ કામગીરી બજાવનાર વ્યક્તિને પેશન વિસ્ટા દ્વારા દર વર્ષે એવોર્ડ આપી નવાજવામાં આવે છે. જે મુજબ ઉપરોક્ત એવોર્ડ માટે શ્રી સૈનીની પસંદગી થઇ હતી તેવું જાણવા મળે છે.
- Yash Patel