આણંદમાં ગોયા તળાવ ભરપુર : પેટલાદમાં ૪.પ ઈંચ, ખંભાત-તારાપુરમાં ૩.પ, બોરસદમાં ૪, સોજીત્રામાં ૩, ઉમરેઠ-આંકલાવમાં ર ઇંચ વરસાદ…
આણંદ : જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી રીમઝીમ વરસતા મેઘરાજાએ આજે સમગ્ર જિલ્લામાં શ્રીકાર મહેર વરસાવી હતી. આજે સવારથી જ જિલ્લાના અનેક સ્થળોેએ ઝરમર સાથે ઝાપટાં વરસ્યા હતા. પરંતુ બપોરે ૪ વાગ્યા બાદ આણંદ શહેર સહિત મોટાભાગના તાલુકા વિસ્તારોમાં મેઘાએ ધબધબાટી બોલાવી હતી. તેમાંયે સાંજે ૬ વાગ્યા બાદ મેઘાએ સમગ્ર જિલ્લામાં ધબધબાટી બોલાવી હોય તેમ મન મૂકીને વરસ્યો હતો.
રાજ્યમાં વરસાદની ત્રણ સાઇકલ સક્રિય છે અને આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગત 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસદા ખાબક્યો છે. જેમાંથી 21 તાલુકામાં 4 ઇંચથી 12 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 65 તાલુકામાં 2થી 3.8 ઇંચ અને 55 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમાં 12.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 12 ઇંચ નોંધાયો છે.
જિલ્લો | તાલુકો | વરસાદ (ઇંચમાં) |
આણંદ | આણંદ | 12.5 |
સુરત | ઉમરપાડા | 12 |
સુરેન્દ્રનગર | લખતર | 8.6 |
ખેડા | નડિયાદ | 7.8 |
નર્મદા | ડેડિયાપાડા | 7.1 |
આણંદ | બોરસદ | 6.6 |
આણંદ | પેટલાદ | 6.1 |
સુરેન્દ્રનગર | વઢવાણ | 6 |
આણંદ | આંકલાવ | 5.4 |
સુરત | બારડોલી | 5.1 |
ખેડા | મહુધા | 5.1 |
ભરૂચ | નેત્રંગ | 4.7 |
સુરત | કામરેજ | 4.6 |
નર્મદા | સાગબારા | 4.5 |
આણંદ | ખંભાત | 4.5 |
અમદાવાદ | સાણંદ | 4.4 |
તાપી | સોનગઢ | 4.2 |
સુરત | સુરત સિટી | 4 |
આણંદ | સોજિત્રા | 4 |
આણંદ | તારાપુર | 4 |
તાપી | ડોલવન | 4 |