મારા પછી બુમરાહ દેશ માટે સૌથી વધુ મેચ રમનાર ફાસ્ટર હશે : ઇશાંત
અમદાવાદ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. મેચના ૨ દિવસ પહેલાં ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ મીડિયા સાથે વાત કરી. મોટેરા ખાતેની પિન્ક બોલ મેચ ઇશાંતના કરિયરની ૧૦૦મી ટેસ્ટ હશે. તેણે કહ્યું કે, “હું નંબર કે માઈલસ્ટોનને જોતો નથી. ટીમ ઇન્ડિયાને કેવી રીતે જિતાડું, કેવી રીતે યોગદાન આપું તેના પર જ મારુ ફોકસ હોય છે. કરિયરના હાઈ-લો પોઈન્ટ્સ વિશે વિચારતો હોત તો ક્રિકેટ જ ન રમી શકત.” તેમજ ઇશાંતે કહ્યું કે, તેના પછી બુમરાહ છે જે ૧૦૦ ટેસ્ટનો આંક વટાવશે અને દેશ માટે સૌથી વધુ ટેસ્ટ રમનાર ફાસ્ટ બોલર હશે.
૩૨ વર્ષીય ઇશાંતે કહ્યું કે, હું એવું કહી ન શકું કે ૧૦૦ ટેસ્ટની જર્નીમાં ટર્નિંગ પોઇન્ટ કે એક મોમેન્ટ ન કહી શકું જે આખી જર્નીને હાઈલાઈટ કરે. તમે સમજો ૧૪ વર્ષના કરિયરમાં એક મોમેન્ટ હાઈલાઈટ કરવી બહુ અઘરી છે. દરેક સ્પોટ્ર્સમેનના લાઈફમાં ગ્રાફ ઉપર નીચે આવે છે. હું એક વસ્તુ પિન્પોઇન્ટ ન કરી શકું. હું માત્ર ગેમને એન્જોય કરવા અને ટીમને જીત અપાવવા મેદાને ઉતરું છું. બધું એનલાઈઝ કરત તો આટલું ન રમત.
ઇશાંતે કહ્યું કે, એવું કહેવું અઘરું છે કે કોણ મને રિપ્લેસ કરશે. કોઈ ઇન્ડિયા માટે ત્યારે જ રમે છે, જ્યારે તે ટેલેન્ટેડ હોય છે અને તેનામાં સ્કિલ હોય છે. પણ જસપ્રીત બુમરાહ એક પ્લેયર છે જેને જોઈને લાગે છે કે, તે મારા પછી ઇન્ડિયા માટે સૌથી વધુ ટેસ્ટ રમનાર ફાસ્ટ બોલર હશે. તેણે યંગસ્ટર્સને લીડ કરવાના છે. તે જે રીતે પોતાને પ્રુવ કરે છે, લોકો સાથે વાત કરે છે. તેનાથી આવું લાગી રહ્યું છે.