Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ પ્રવાસ : Indian Teamના તમામ ખેલાડીઓ ૯ જુલાઈ સુધીમાં બીજો ડોઝ લેશે

IND Squad Get 2nd Shot Covid 19 Vaccine

લંડન : ઇંગ્લેન્ડ ટૂર પહેલાં ઈન્ડિયન ટીમ સતર્ક. ટીમે કોરોના મહામારીના પડકારનો સામનો કરવા તૈયારીઓ કરી છે. તમામ ખેલાડી આ સપ્તાહે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેશે. ઈન્ડિયન ટીમના ખેલાડીઓ ૯ જુલાઈ સુધી ડોઝ લેશે.
બીસીસીઆઈએ ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડી પોઝિટિવ આવ્યા પછી આ નિર્ણય લીધો છે. મંગળવારે ઈંગ્લિશ ટીમના ૩ ખેલાડી સહિત ૭ સ્ટાફ સંક્રમિત મળી આવ્યા છે. ત્યારપછી પાકિસ્તાન સામે લિમિટેડ ઓવરની સિરીઝ માટે તેમને આખી ટીમ બદલવાનો નિર્ણય લીધો હતો. બીસીસીઆઈએ કહ્યું, ઈન્ડિયન ટીમ મેનેજમેન્ટ કોરોના અંગે ઈંગ્લિશ ટીમમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી જાણકાર છે. જો ઇસીબી અમને કાર્યક્રમમાં ફેરફાર કરવાનું કહેશે અથવા નવા પ્રોટોકોલ આપશે તો અમે તેનું પાલન કરીશું. અત્યારે તો ટાઇમ ટેબલમાં ફેરફાર કરાશે નહીં.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી ઈન્ડિયન ખેલાડી ૨૦ દિવસની રજા પર છે અને તેમની રજા પહેલા જે શિડ્યૂલ હતું તેને ફોલો કરવાનું રહેશે

બીસીસીઆઈએ કહ્યું હતું, છેલ્લા કેટલાક દિવસોમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એ અંગે અત્યારની ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના પ્લાનમાં ફેરફાર કરાશે નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી ઈન્ડિયન ખેલાડી ૨૦ દિવસની રજા પર છે અને તેમની રજા પહેલા જે શિડ્યૂલ હતું તેને ફોલો કરવાનું રહેશે. બોર્ડ અધિકારીએ કહ્યું, ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડી અત્યારે લંડન અથવા એની આસ-પાસના વિસ્તારમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. કેટલાક ખેલાડી ઈંગ્લેન્ડના અલગ-અલગ વિસ્તારમાં રજાની મજા માણી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીએ કોવિશીલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. હવે તેઓ બીજો ડોઝ લેશે.

Other News : ખ્યાતનામ દિલીપકુમારના નિધન પર સચિન-સહેવાગ-કોહલી સહિત પાક ક્રિકેટરોએ પાઠવી શ્રદ્ધાંજલિ

Related posts

અત્યારની સિલેક્શન કમિટીનું સ્ટાન્ડર્ડ મોડર્ન ડે ક્રિકેટને મેચ થતું નથી : યુવરાજ સિંહ

Charotar Sandesh

દિલ્હી કેપિટલને ઝટકોઃ ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થતા આઇપીએલમાંથી બહાર…

Charotar Sandesh

કે એલ રાહુલ આઈપીએલ ૨૦૨૨ પહેલા પંજાબ કિંગ્સથી અલગ થઈ શકે છે

Charotar Sandesh