Charotar Sandesh
ઈન્ડિયા

યોગી આદિત્યાનાથને મળી ધમકી, કહ્યું – ૪ જ દિવસ બચ્યા છે…

લખન : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એકવાર ફરી મારી નાંખવાની ધમકી મળી છે. યૂપી પોલીસની ઇમરજન્સી સેવા ડાયલ ૧૧૨ના વ્હોટ્‌સએપ નંબર પર મેસેજ મોકલીને આ ધમકી આપવામાં આવી છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ ધમકી મળી છે, પરંતુ તેમ છતા પોલીસ સાવધ છે. પોલીસે આ કેસમાં સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં આ મેસેજને લઇને કેસ પણ નોંધાવ્યો છે અને નંબરની તપાસ કરીને આરોપીને શોધવામાં લાગી છે.
જાણકારી પ્રમાણે ૨૯ એપ્રિલની સાંજે યૂપી પોલીસની ઇમરજન્સી સેવા ડાયલ ૧૧૨ વ્હોટ્‌સએપ નંબર પર કોઈ અજાણ્યા વ્યક્તિએ મેસેજ મોકલીને સીએમ યોગીને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ધમકીમાં કહેવામાં આવ્યું છે કે સીએમની પાસે ૪ દિવસ બચ્યા છે. આ કારણે આ ૪ દિવસમાં મારું જે કરવું છે કરી લો, ૫માં દિવસે સીએમ યોગીને જાનથી મારી દેશે. ધમકી ભર્યો મેસેજ આવ્યા બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.
ધમકી જે નંબર પરથી આપવામાં આવી છે તેની તપાસ કરવા માટે સર્વિલાન્સ ટીમને લગાવવામાં આવી છે. શંકાસ્પદની વિરુદ્ધ સુશાંત ગોલ્ફ સિટીમાં કંટ્રોલ રૂમ ડાયન ૧૧૨ના ઑપરેશન કમાન્ડર અંજુલ કુમાર તરફથી આપવા આવેલી માહિતી પ્રમાણે કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે, જે સર્વિલાન્સ સેલની મદદ લઇને આરોપીને જલદીથી ધરપકડ કરવાનો પ્રયત્ન કરવામાં લાગી છે.

Related posts

અમારા માટે કર્મચારીઓની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે : ટિ્‌વટર

Charotar Sandesh

દેશના માત્ર આ ૫ રાજ્યમાં જ ૧ લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા

Charotar Sandesh

કોંગ્રેસ હિન્દુઓ પર અત્યાચાર આચરનાર પાકિસ્તાન સામે મૌન કેમ? : મોદી

Charotar Sandesh