Charotar Sandesh
ઈન્ડિયા

દેશના માત્ર આ ૫ રાજ્યમાં જ ૧ લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા

વેરિએન્ટ ઓમિક્રોન

ત્રીજી લહેર આવી ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે

નવીદિલ્હી : દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી ૨૭ રાજ્યમાં થઈ ચૂકી છે. ઓમિક્રોનના જોખમને લઈ કેન્દ્ર સરકારે રાજ્યોને ત્વરિત ઉપાય કરવા માટે કહ્યું છે. અલગ અલગ રાજ્યની સરકારોએ કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે રાત્રિ કર્ફ્‌યૂ, વીકેન્ડ કર્ફ્‌યૂ લાગુ કર્યા છે અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી છે.દેશમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે ઓમિક્રોનના કેસમાં પણ થોડો વધારો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા મુજબ ૨૭ રાજ્યમાં ઓમિક્રોનના ૩,૦૭૧ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૧,૨૦૩ દર્દી ઓમિક્રોનથી સાજા થયા છે.દુનિયાના અન્ય દેશોની જેમ ભારતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોના વાઈરસના ૧,૪૧,૯૮૬ નવા કેસ સામે આવ્યા છે અને ૨૮૫ લોકોના મોત થયા છે.

ચિંતાજનક બાબત એ છે કે માત્ર ૫ રાજ્યમાં જ કોરોનાના કેસ ૧ લાખની નજીક પહોંચી ગયા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં ૪૦,૯૨૫ કેસ, પશ્ચિમ બંગાળમાં ૧૮,૨૧૩ કેસ, દિલ્હીમાં ૧૭,૩૩૫ કેસ, તમિલનાડુમાં ૮,૯૮૧ કેસ અને કર્ણાટકમાં ૮,૪૪૯ કેસ સામે આવ્યા છે. હવે દેશમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને ૩,૫૩,૬૮,૩૭૨ થઈ ગઈ છે. એક અઠવાડિયા પહેલા જે ૨૨,૦૦૦ની આસપાસ હતી, તે માત્ર એક અઠવાડિયામાં ૬ ગણી વધીને ૧.૫૦ લાખની નજીક પહોંચી ગયા છે.

દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૪૦,૮૯૫ દર્દી સાજા થયા છે. જેનાથી દેશમાં રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા ૩,૪૪,૧૨,૭૪૦ થઈ ગઈ છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૪,૭૨,૧૬૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૧,૦૦,૮૦૬નો વધારો થયો છે.

Other News : હવે ૧૦ જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ અપાશે વેક્સિન, જાણો વિગત

Related posts

આ વખતે ભારતની મક્કમતાથી ચીન ફફડી ગયું છે : ભાગવત

Charotar Sandesh

આવતીકાલે દેશભરમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન : ચક્કાજામ કરશે…

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં હાઈ રિસ્ક દેશોમાંથી પાછા ફરેલા ૬ લોકો કોરોના સંક્રમિત આવતાં ખળભળાટ

Charotar Sandesh