Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

રત્નકલાકારોને કોરોના માટે માટે જવાબદાર ઠેરવાતા રોષ, ધરણા પહેલાં ધરપકડ…

કૉંગ્રેસ કૉર્પોરેટર કાછડિયા સાથે રત્નકલાકારોએ સુરતમાં વિરોધ કર્યો હતો…

સુરત : શહેરમાં કોરોના ફેલાવા માટે રત્નકલાકાર જવાબદાર છે તેવું સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજુવાત કરવામાં આવી હતી જેને લઇને સુરત ના રત્નકલાકારો માં રોષ જોવા માંડ્યો હતો જોકે આ મામલે સુરત માં રત્નકલાકારો ના સમર્થનમાં સરકાર વિરુદ્ધ કોગ્રેસ કોર્પોરેટર દ્વારા ધારણા કરવામાં આવા ના હતા તે પહેલા પોલીસે તેમની ધરપકડ કરી છે. શહેરમાં થોડા દિવસો અગાઉ કોરોના સંક્રમણ ખૂબ વધી ગયેલું હતું જોકે આ અંગે હાઈકોર્ટમાં જવાબ આપતા ગુજરાત સરકારે સુરતમાં સંક્રમણ વધવા પાછળ રત્નકલાકારો જવાબદાર હોવાનું એક કારણ ગણાવ્યું છે. ગુજરાત સરકારના આ જવાબથી રત્નકલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. વરાછા વિસ્તારમાં રસ્તાઓ પર બેનર લગાવીને રોષ પ્રગટ કરવામાં આવ્યો છે.
સાથે જ આજે રત્નકલાકારોના સમર્થનમાં પાંચેક લોકો ધરણા પર બેસવા આવ્યાં. માનગઢ ચોક મિની બજાર પર ધરણા પર બેસવા પહેલા જ અટકાયત કરવામાં આવી છે. અટકાયત થયેલામાં કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા સહિતના અન્ય ચારનો સમાવેશ થાય છે.વરાછા અને કતારગામ વિસ્તારમાં કોરોના કેસ થોડા દિવસો અગાઉ ખૂબ વધી ગયા હતાં. જેથી ગુજરાત હાઈકોર્ટે આ અંગે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં કોરોના સંક્રમણ વધવાના કારણો દર્શાવવાની સાથે સાથે કોરોના સંક્રમણ માટે રત્નકલાકારોને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યાં હતાં. જેથી રત્નકલાકારોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
રત્નકલાકારોને કોરોના સંક્રમણ માટે સરકારે જવાબદાર ઠેરવતાં વરાછા વિસ્તારમાં રોષ સાથે અપમાન થયાની લાગણી અનુભવતા બેનર મારવામાં આવ્યાં છે. બેનર લાગ્યા બાદ આજે કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકરો અને રત્નકલાકારો સાથે માનગઢ ચોક મિની બજાર ખાતે ધરણા પર બેસવાના હતા. જોકે વરાછા પોલીસે ધરણા શરૂ થાય તે અગાઉ જ કોર્પોરેટર દિનેશ કાછડિયા, કેતન વાણિયા સહિતના પાંચેકની અટકાયત કરી લીધી છે જોકે સક્ર્‌મણ માટે રત્નકલાકરો કરતા સરકાર માનીતા અને હીરા ની મોટી પેઠી ચલાવતા માલિકો જવાબદાર હોવા છતાંય તેમની બચાવી રત્નકલાકારો પર દોષનો ટોપલો નાખતા સરકાર સામે ધારણા કરવાનું આયોજન હતું જોકે પોલીસે તમામ ની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

Related posts

આગામી ફિલ્મ પઠાણને લઈ ગુજરાતમાં વિરોધ યથાવત : આ શહેરમાં સિનેમાઘરો નજીક તોડફોડ

Charotar Sandesh

સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, દિવાળીએ ખુલ્લું રહેશે…

Charotar Sandesh

ગુજરાતના આ એરપોર્ટ નજીક ધુમ્મસના કારણે હવામાં દોઢ કલાક સુધી ફ્લાઈટ ફેરા મારતી રહી, જુઓ વિગત

Charotar Sandesh