Charotar Sandesh
ગુજરાત

રાજયમાં હવે ST બસમાં ૭૫ ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે…

ગાંધીનગર : સમગ્ર રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી .સરકાર આ પરિસ્થિતિ નિવારવા અથાગ પ્રયત્નો કરતી જોવા મળે છે. સરકારે મીની લોકડાઉન રાજ્યના અમુક શહેરોમાં લગાવી દેવામાં આવ્યું હતું જે મ કેસો ઘટતા ગયા તેમ તેમ થોડીક છૂટ-છાટ આપવામાં આવી રહી છે જેમના પગલે મહામારી હવે હળવી બનતા એસ.ટી.બસમાં ૭૫ ટકા સિટિંગ કેપેસીટી સાથે સવારે ૬ થી રાત્રે ૯ સુધી મુસાફરી કરી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના એસ.ટી.બસ ના રૂટ ઉપર ટાઇમિંગ પાબંધી લાગ્યા બાદ હવે કોરોના થોડો કાબુ માં આવતા સરકારી ઓફિસો પૂર્ણ રીતે ખોલવા સહિત બસમાં મુસાફરી માટે વધુ છૂટ મળી છે. હવે એસ.ટી.બસમાં ૭૫ ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે. ૫૦ ટકાની જગ્યાએ ૭૫ ટકાની કેપેસિટી રાખવામાં આવી છે. સવારે ૬થી રાત્રે ૯ વાગ્યા સુધીની બસને મુસાફરીની છૂટ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણના કારણે ય્જીઇ્‌ઝ્ર દ્વારા સિટિંગ કેપેસિટી ઘટાડી દેવા સાથે લોકડાઉનના કારણે પણ બસના રૂટોમાં ઘટાડો કરાયો હતો પણ હવે છૂટછાટ અપાતા મુસાફરો નિયત સ્થળે પહોંચવામાં આસાની રહેશે.

Related posts

ભ્રષ્ટાચાર નાબૂદ કરવા રૂપાણી સરકારે આર.આર. સેલને તાળાં માર્યા…

Charotar Sandesh

મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા ૧૭ વર્ષના પુત્રએ પિતાની હત્યા કરી

Charotar Sandesh