Charotar Sandesh
ગુજરાત

રાજ્યની તમામ આરટીઓ કચેરી ૨૯ માર્ચ સુધી બંધ રહેશે…

અમદાવાદ : કોરોના વાયરસના ગુજરાતમાં પગપેસારા વચ્ચે રાજ્યભરમાં આગમચેતીના પગલા લેવાઈ રહ્યાં છે. શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, જાહેર સ્થળો, પબ્લિક ગેધરિંગ, ખાણીપીણીના બજારો બધુ જ બંધ કરાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા વિવિધ સૂચનો રોજેરોજ બહાર પાડવામાં આવી રહી છે. ત્યારે કોરોના વાયરસ સંક્રમણ સંદર્ભે ગુજરાતની આરટીઓ (ઇર્‌ં) કચેરીઓ પણ બંધ કરવાની સૂચના આપી દેવાઈ છે. ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ, વાહનની નોંધણી બાદની અરજીઓ, ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ થયા બાદની વિવિધ અરજીઓ અંગેની કાર્યવાહી તારીખ ૨૯ માર્ચ, ૨૦૨૦ સુધી સ્થગિત કરી દેવાઈ છે. એટલે કે, રાજ્યની તમામ ૩૬ આરટીઓ ઓફિસ ૨૯ માર્ચ સુધી બંધ રાખવાની સૂચના અપાઈ છે.

તાજેતરમાં રાજ્યમાં કોરોનાને કારણે ઉપસ્થિત થયેલ પરીસ્થિતિમાં આરટીઓ કચેરી ખાતે જાહેર જનતાની મુલાકાતને નિયંત્રિત કરવું બહુ જ જરૂરી બન્યું છે. તેથી ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ, વાહનની નોંધણી બાદની અરજીઓ, ડ્રાઇવીંગ લાઇસન્સ ઇસ્યુ થયા બાદની વિવિધ અરજીઓ અંગેની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ છે. આ કામગીરી ૨૯ માર્ચ, ૨૦૨૦ સુધી સ્થગિત કરાઈ છે. જેને પગલે તમામ ૩૬ ઓફિસ બંધ રહેશે. જેથી અરજદારો માટે આરટીઓ કચેરી ખાતે કામ કાજ બંધ રહેશે. નાગરિકોને નોંધ લેવા વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા જણાવાયું છે.

Related posts

કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો : નીતિન પટેલ અને પત્નિ સુલોચનાબેન પટેલે લીધી વેક્સિન…

Charotar Sandesh

રાજ્યમાં ધોરણ ૧ર સાયન્સનું પરિણામ આવતીકાલે વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકશે

Charotar Sandesh

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી, કાલથી ઠંડીનું જોર વધશે…

Charotar Sandesh