Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ધોરણ ૧ર સાયન્સનું પરિણામ આવતીકાલે વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકશે

પરિણામ

આવતીકાલે પરિણામ સવારે ૮ વાગ્યે result.gseb.org પર જાહેર કરવામાં આવશે

ગાંધીનગર : રાજ્યમાં ધોરણ ૧૦ના પરિણામ બાદ ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ હવે ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો ૧૭મી જુલાઈએ અંત આવી જશે. આવતીકાલે ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે ૮ વાગ્યે result.gseb.org પર જાહેર કરવામાં આવશે. સ્કૂલોનું પરિણામ સ્કૂલના ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકશે.

રાજ્ય સરકારે ધો. ૧૨ સાયન્સના ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા માસ પ્રમોશન આપ્યા બાદ ગુજરાત બોર્ડે ધો.૧૨ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું હતું. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.૧૦ના પરિણામના ૫૦ માર્ક્સ, ધો.૧૧ના પરિણામના ૨૫ માર્ક્સ તેમજ ધો.૧૨ની સામયિક અને એકમ કસોટીના ૨૫ ગુણ ધ્યાનમાં લેવાશે.

Related News : તૈયારી કરો : ૬ ઓગસ્ટે યોજાશે ગુજકેટની પરીક્ષા

Related posts

પાંચ દિવસનાં મીની વેકેશન બાદ બજારોમાં વેપાર-ધંધા શરૂ…

Charotar Sandesh

રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના પ્રોફેસરોને મળશે સાતમા પગાર પંચનો લાભ…

Charotar Sandesh

કોરોનાને પગલે જીપીએસસીની મેડિકલ ટીચરની પરીક્ષા રખાઈ મોકૂફ…

Charotar Sandesh