Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં કોરોનાને નાથવામાં સંવેદનશીલ રૂપાણી સરકાર રહી નિષ્ફળ..? ૩૨ જિલ્લાઓમાં કોરોના…

જુનાગઢ સહીત ગુજરાતના ૩૨ જિલ્લાઓમાં કોરોનનો ગૃહપ્રવેશ : કોરોનાને અત્યાર સુધી ટક્કર આપી શક્યો માત્ર અમરેલી જીલ્લો…

જૂનાગઢ : ગુજરાતના ૩૧ જિલ્લામાં કોરોનાના કેસ ફેલાઈ ગયા હતા. ત્યારે હવે રાજ્યના ૩૨મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યાર સુધી સાવ કોરા રહેલા જુનાગઢ જિલ્લામાં લોકડાઉનના ૪૨મા દિવસે કોરોનાની એન્ટ્રી થઈ છે. જુનાગઢ જિલ્લામાં કોરોનાના બે કેસ સામે આવ્યા છે. સૌ પ્રથમ બે કેસ ભેસાણમાંથી મળ્યા છે. ભેસાણ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર વેકરીયા અને પ્યુનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રથમ બે કેસને કારણે જુનાગઢનું આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. બે કેસને પગલે ભેસાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિલ કરાયું છે. તો સાથે તબીબ અને પ્યુનના સાથી કર્મચારીઓના નમૂનાઓ લેવાનું શરૂ કરાયું છે. આમ, જુનાગઢમાં કોરોનાએ દસ્તક આપી દીધી છે. હવે માત્ર અમરેલી જિલ્લો જ કોરોનાથી બચી રહ્યો છે.

ગુજરાતના ત્રણ જિલ્લા અમરેલી, જુનાગઢ અને દ્વારકા જિલ્લા કોરોનાથી બચી શક્યા હતા. બે દિવસ પહેલા દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના કેસ નોંધાતા ગુજરાતના કુલ ૩૧ જિલ્લામાં કોરોના પહોંચ્યો હતો. પરંતુ હવે જુનાગઢ જિલ્લો પણ કોરોનાના લિસ્ટમાંથી બાકાત રહ્યો નથી. બે કેસ નોંધાતા જુનાગઢનું તંત્ર દોડતું થયું છે. સાથે જ આરોગ્ય કેન્દ્રમાં જ સૌથી પહેલા કોરોના પહોંચ્યો હોવાથી તંત્ર માટે તે સૌથી મોટી સમસ્યા કહી શકાય. અહી અનેક દર્દીઓ રોજ મુલાકાત લેતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, હવે માત્ર અમરેલી જિલ્લો જ એવો બચ્યો છે, જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. અમરેલી જિલ્લાને લોકડાઉન પાર્ટ -૩માં ગ્રીન ઝોન તરીકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

Related posts

ડીજે સાઉન્ડ બંધ કરાવવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, પીએસઆઈ ઈજાગ્રસ્ત

Charotar Sandesh

CM ભૂપેન્દ્ર પટેલ તા.૧૮મી મે એ વર્લ્ડ મ્યુઝિયમ-ડે થી ત્રિદિવસીય કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે

Charotar Sandesh

વડાપ્રધાન મોદી Back to Back ગુજરાતમાં : ત્રણ સભાઓ યોજી, કૉંગ્રેસ પર પ્રહાર કર્યા

Charotar Sandesh