Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

વડાપ્રધાન મોદી Back to Back ગુજરાતમાં : ત્રણ સભાઓ યોજી, કૉંગ્રેસ પર પ્રહાર કર્યા

વડાપ્રધાન મોદી

કૉંગ્રેસના શાસન સમયે અમે કહેતા કે આતંકને ટાર્ગેટ કરો, પણ કૉંગ્રેસ આતંકને નહીં મોદીને ટાર્ગેટ કરવામાં લાગી રહી : PM Modi

Kheda : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આજે વડાપ્રધાને નેત્રંગમાં સભા સંબોધ્યા બાદ હવે ખેડામાં જનસભાને સંબોધી રહ્યા છે.ખેડામાં પીએમ મોદીએ આતંકવાદને લઈ કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

પીએમ મોદીએ સભાને સંબોધતા આતંકવાદ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા. મુંબઈમાં જે આતંકી હુમલો થયો તે આતંકની પરાકાષ્ઠા હતી. તેમણે કહ્યું કે, આપણું ગુજરાત પણ લાંબા સમયથી આતંકીઓના નિશાને રહ્યું છે. તેમણે કહ્યું કે અમે ગુજરાતમાં આતંકીઓને પકડતા અને કાર્યવાહી કરતા હતા પરંતુ જે રીતે દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસની સરકાર આતંકીઓને છોડાવવા માટે ખુબ મહેનત કરતી હતી. અમે આતંકને ટાર્ગેટ કરતા પરંતુ કોંગ્રેસ સરકાર નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરી રહી હતી. આ કારણે આતંકીઓનું મનોબળ વધ્યું અને દેશના મોટા શહેરોમાં આતંકી હુમલા વધ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું તો કોંગ્રેસના નેતાઓ આતંકવાદના સમર્થનમાં આવી ગયા હતા. ખેડામાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદને લઈ કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવેલ કે, મુંબઈમાં જે આતંકી હુમલો થયો હતો તે આતંકી પરાકાષ્ઠા હતી. આપણું ગુજરાત પણ લાંબા સમય સુધી આતંકીઓના નિશાના પર રહ્યું છે. અહીં ગુજરાતમાં અમે આતંકીઓને પકડતા અને કાર્યવાહી કરતા હતા પણ કોઈ ભૂલી નથી શકતું કે કઈ રીતે દિલ્હીમાં બેઠી કૉંગ્રેસ સરકાર આતંકીઓને છોડાવવામાં તેની પૂરી તાકાત લગાવી દેતી હતી.અમે કહેતા હતા કે આતંકને ટાર્ગેટ કરો પણ કૉંગ્રેસ સરકાર આતંકને નહીં મોદીને ટાર્ગેટ કરતી રહી.

Other News : પીએમ મોદીએ સુરતમાં ૨૮ કિમી જેટલો મેગા રોડ શો યોજ્યો : મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા

Related posts

સરકારી શાળામાં દાતાએ એસી નંખાવ્યા, ૧૦ દિવસમાં હાજરી ફૂલ

Charotar Sandesh

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ ‘નિશાન’ પ્રદાન કર્યું…

Charotar Sandesh

લોકડાઉન કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો સીધા જેલમાં જશે : ગાંધીનગર રેન્જ આઇજી

Charotar Sandesh