Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં વરસાદનું જોર પડ્યું ધીમું : ૧૧૧ તાલુકામાં ૨ ઈંચ સુધી વરસ્યો…

૨૬ તાલુકામાં ૧૦ મિમિથી ૪૭ મિમિ સુધી વરસાદ…

ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાત તરફની વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્યમાં ૧૧૧ તાલુકામાં ૧ મિમિથી ૨ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૪૭ મિમિ એટલે કે ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં સંભવતઃ ૨૯મીએ ભારે વરસાદની શક્યતાઓ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી પ્રાપ્ય આંકડા અનુસાર રાજ્યમાં દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં બે ઈંચ, ખંભાળિયામાં દોઢ ઈંચ, મહેસાણાના ખેરાલુ અને કચ્છના ગાંધીધામમાં એક ઈંચ, પોરબંદરના રાણાવાવ અને અમદાવાદના સાણંદમાં ૧૯ મિમિ, કચ્છના માંડવી અને આણંદના બોરસદમાં ૧૮ મિમિ, પાટણના સિધ્ધપુર અને મહેસાણાના જોટાણામાં ૧૬ મિમિ, પોરબંદરમાં ૧૫ મિમિ,
આણંદના તારાપુર, દ્વારકા અને અમદાવાદમાં ૧૪ મિમિ, ગાંધીનગરમાં ૧૩ મિમિ, સાબરકાંઠાના તલોદમાં ૧૨ મિમિ, દેવભૂમિદ્વારકાના ભાણવડમાં ૧૨ મિમિ, કચ્છના અબડાસા અને બનાસકાંઠાના દાંતામાં ૧૧ મિમિ, કચ્છના નખત્રાણા, બનાસકાંઠાના દાંતીવાડ, મહેસાણાના કડી, જામનગરના જામજોધપુર અને અમરેલીના જાફરાબાદમાં ૧૦-૧૦ મિમિ વરસાદ નોંધાયો છે.

Related posts

દિલ્હી આંદોલનના પડઘાં ગુજરાતમાં, ૧૦૦ ટ્રેકટરો સાથે ખેડૂતો પરેડમાં જોડાશે…

Charotar Sandesh

જાન્યુઆરીમાં સ્કૂલો ખોલવા અને માસ પ્રમોશનનો સરકારે કોઈ નિર્ણય લીધો નથી : શિક્ષણમંત્રી

Charotar Sandesh

બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા સાંભળતાંની સાથે જ ૫૪ નિર્દોષનું લોહી વહાવનારા કેટલાક આતંકીઓ રડવા લાગ્યા

Charotar Sandesh