Charotar Sandesh
ગુજરાત

બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા સાંભળતાંની સાથે જ ૫૪ નિર્દોષનું લોહી વહાવનારા કેટલાક આતંકીઓ રડવા લાગ્યા

બ્લાસ્ટ કેસમાં ફાંસી

અમદાવાદ : અમદાવાદમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ને શનિવારની સાંજે થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ૧૪ વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે ૩૮ને ફાંસીની સજા આપવામાં આવી છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં ૨૬ને ફાંસીની સજા આપવામાં આવી હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ ચુકાદા માટે સુનાવણી શરૂ થઈ હતી અને ૧૮ ફેબ્રુઆરીએ સજા જાહેર કરવામાં આવી છે. ગુજરાત જ નહીં સમગ્ર માનવજાતના દુશ્મન એવા આ કેસના ૪૯ દોષિતમાંથી સ્પેશિયલ કોર્ટે ૩૮ને ફાંસી અને ૧૧ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા સંભળાવી છે.

સાબરમતી સેન્ટ્રલ જેલની બહાર જ્યારે જ્યાં દોષિતોને વીડિયો-કોન્ફરન્સથી કોર્ટમાં જોડવામાં આવ્યા હતા ત્યારે જેલ સિપાહી, SOG અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

આજે ૧૮ ફેબ્રુઆરીની સવારે ૧૧ વાગ્યે જજે ચુકાદો આપવાની શરૂઆત કરી હતી. આ સમયે સાબરમતી જેલમાં બંધ દોષિતો જેમ જેમ ચુકાદો આવતો ગયો એમ એમ રડવા લાગ્યા હતા, જેવી સજાની જાહેરાત થતી કે કેટલાક દોષિત રડવાનું શરૂ કરી દેતા હતા તો કેટલાક માનસિક રીતે ભાંગી પડ્યા હતા. બીજી તરફ અમુક દોષિતના ચહેરા પર પસ્તાવો પણ જોવા મળ્યો નહોતો.

Other News : ભરૂચમાં એકપણ વેક્સિન ડોઝ ન લેનાર મહિલા અને વૃદ્ધનું કોરોનાથી મોત

Related posts

એક વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ નહીં પડે : નીતિન પટેલ

Charotar Sandesh

આપ નેતા વિજય સુવાળા ભાજપમાં જોડાશે, આવતીકાલે ૧૨ વાગ્યે કમલમમાં કેસરિયો ખેસ પહેરશે

Charotar Sandesh

ગુજ.હાઉસિંગ બોર્ડના મકાનોના ફોર્મ લેવા અઠવાડિયાથી રોજ હજારો લોકોની લાઈનો…

Charotar Sandesh